અમેઠીમાં તંત્રએ રાહુલને રસ્તાનું ઉદઘાટન કરતાં રોક્યો, બીજેપીએ કહ્યું- સ્મૃતિ ઇરાની કરશે લોકાર્પણ
ભાજપ જિલ્લા અધ્યક્ષ ઉમાશંકર પાન્ડેએ કહ્યું કે, રસ્તો વડાપ્રધાન સડક યોજના અંતર્ગત બન્યો છે નહીં કોઇ સાંસદ નિધિમાંથી. ઉદઘાટનનો હક રાહુલને નથી, તે માત્ર શ્રેય લેવા ઇચ્છે છે. હવે ઉદઘાટન સ્મૃતિ ઇરાની કરશે. કાર્યક્રમમાં રાહુલ ગાંધીને બોલવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 3 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તાંનુ નિર્માણ થઇ રહ્યું છે અને આ થૌરી ગામને કોટવા ગામથી જોડશે.
જિલ્લા કોંગ્રેસ યોગેન્દ્ર સિંહે કહ્યું કે ભાજપ આ મામલે ભ્રમ ફેલાવી રહી છે. રાહુલ ગાંધી માત્ર રસ્તો જોવા માટે ગયા હતા. જોકે, અમેઠીમાં રાહુલ ગાંધીના પ્રતિનિધિ ચંદ્રકાંત ડુબેએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જે કાર્યક્રમ જાહેર કર્યો હતો તેમાં આ રસ્તાનું ઉદઘાટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ડીએમ શકુંતલા ગૌતમે કહ્યું કે કામ પુરુ ના થવાના કારણે લોકાર્પણ રોકી દેવામાં આવ્યું છે, રાહુલ રસ્તાનું અવલોકન કરી શકે છે. વળી, બીજીબાજુ ભાજપે કહ્યું કે, આ રસ્તાનું નિર્માણ વડાપ્રધાન સડક યોજના અંતર્ગત થયું છે એટલે ઉદઘાટન સ્મૃતિ ઇરાની કરશે. ઉલ્લેખનીય છે કે, આ રસ્તાનો શિલાન્યાસ 16 જાન્યુઆરી 2018એ રાહુલ ગાંધીએ જ કર્યું હતું.
અમેઠીઃ યુપીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસ્તાંનું ઉદઘાટન કરવા મામેલ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે અમેઠીના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા. તેમને બપોરે બે વાગે 5 કિલોમીટર લાંબા રસ્તાંનું લોકાર્પણ કરવાનું હતું, પણ એક વાગે જિલ્લા વહીવટીતંત્રએ ઉદઘાટન કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે.