✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

15 વર્ષમાં હું અમેઠીને સિંગાપુર જેવું બનાવી દઇશ, રાહુલે અમેઠીમાં પીએમ પર કર્યા પ્રહાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Apr 2018 04:15 PM (IST)
15 વર્ષમાં હું અમેઠીને સિંગાપુર જેવું બનાવી દઇશ, રાહુલે અમેઠીમાં પીએમ પર કર્યા પ્રહાર
1

રાહુલે કહ્યું કે, 'તમે જોઇ લેજો આજથી 10 થી 15 વર્ષ પછી જ્યારે કેલિફોર્નિયાનું નામ લેવામાં આવે છે, સિંગાપુરનું નામ લેવામાં આવે છે તો અમેઠીનું નામ લેવામાં આવશે. તમે જોઇ લેજો આ અમને ગમેતેટલી રોકવાની કોશિશ કરે. ભલે આ ફૂડ પાર્ક છીનવી લે, ટ્રિપલ આઇડી છીનવી લે, હિન્દુસ્તાન પેપર મીલ છીનવી લે, કોઇ ફરક નથી પડતો, અમેઠી દુનિયાનું ફેમસ એજ્યૂકેશન હબ બનશે.'

2

અમેઠીઃ પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીના પ્રવાસ પહોંચેલા રાહુલ ગાંધીએ વિકાસને લઇને દાવો કર્યો છે. તેમના અનુસાર, આગામી 10 થી 15 વર્ષોમાં કેલિફોર્નિયા અને સિંગાપુરની જેમ અમેઠીનું નામ લેવામાં આવશે. રાહુલ ગાંધીએ ગૌરીગંજના મજગવામાં એક રેલીને સંબોધતા આ વાત કહી હતી.

3

રાહુલે વધુમાં કહ્યું કે, આપણા વડાપ્રધાન ભાષણ આપે છે પણ જે સૌથી વધુ જરૂરી કામ છે તે નથી કરતાં. આજના યુવાનો રોજગાર માંગે છે. છેલ્લા એક વર્ષમાં એક લાખથી ઓછા યુવાનોને રોજગાર મળ્યો છે.

4

5

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાન મંત્રીએ સારા દિવસોનો વાયદો કર્યો હતો, પણ દેશ એકવાર ફરીથી લાઇનોમાં લાગ્યો છે. શું આ સારા દિવસોની વાત કરવામાં આવી રહી હતી. રાહુલે કહ્યું કે અમને સંસદમાં બોલવા નથી દેવાતું, જો હું 15 મિનીટ સંસદમાં ભાષણ આપુ તો વડાપ્રધાન અમારા સામે ઉભા નહીં રહી શકે.'

6

રાહુલે કહ્યું કે, તમે જ્યાં પણ દેખો હિંસા વધી રહી છે. બાળકોને મારવામાં આવી રહ્યાં છે. જે મારી રહ્યાં છે તેમને બચાવવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન એક શબ્દ બોલી રહ્યાં નથી. દેશ સાંભળવા માંગે છે કે પીએમ આ ઘટનાઓ વિશે શું વિચારે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • 15 વર્ષમાં હું અમેઠીને સિંગાપુર જેવું બનાવી દઇશ, રાહુલે અમેઠીમાં પીએમ પર કર્યા પ્રહાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.