અહીં દિવસ-રાત છાપવામાં આવે છે માત્ર 500ની નવી નોટ, નોટ છાપવા પહોંચી આર્મી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓ સિક્રેટ મિશન પર છે અને કોઇ વાત નહીં કરે. દેવાસ બીએનપીમાં રોજ દોઢ કરોડ નંગ 500ની નોટનું મુદ્રણ થઇ રહ્યું છે. પ્રિન્ટ મિસ્ટેક છતા મોટા પાયે બીએનપીએ દેશમાં વાયુસેનાના વિમાનો થી મોટાપ્રમાણમાં નોટ સપ્લાય કરી છે.
હાલ જવાનોને સીઆઈએસએફના કેમ્પસમાં રોકવામાં આવ્યા છે. જગ્યાના અભાવમાં તેમણે મેદાનમાં તંબૂ લગાવ્યા છે. સંભવત: સોમવારે સેના મુદ્રણ સાથે જોડાયેલા કામમાં બીએનપી મેનેજમેન્ટની મદદ લેશે અને સમન્વય સીઆઈએસએફ કરશે.
નોટબંધીના એક મહીના બાદ કામમાં ઝડપ લાવવા માટે મધ્યપ્રદેશની બેન્ક નોટ પ્રેસ દેવાસમાં સેના પહોંચી છે. ગ્વાલિયરથી ગ્રેનેડિયર્સ રેજીમેન્ટના લગભગ 200 જવાન શનિવારે રાતે બીએનપી કેમ્પસમાં 10થી વધારે વાહનોમાં દાખલ થયા હતા.
સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશિન ઓફ ઇન્ડિયા લિમિટેડના ભોપાલથી અંદાજે 150 કિલોમીટર દુર દેવાસ સ્થિત એકમમાં સામાન્ય રીતે 20, 50, 100 અને 500 રૂપિયાની નોટ છાપવામાં આવે છે, પરંતુ હાલમાં એક મહિનાથી અહીં તમામ નશીનો પર માત્ર 500 રૂપિયાની નોટ છાપવામાં આવી રહી છે.
ભોપાલઃ દેશમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ થયા બાદ દેશભરમાં નવી નોટની માગને પહોંચી વળવા માટે મધ્ય પ્રદેશના દેવાસ સ્થિત બેંક નોટ પ્રેસ (બીએનપી)માં દિવસ રાત નવી નોટનું છાપકામ ચાલી રહ્યું છે. ત્યાં સુધી કે બીએનપીમાંથી નિવૃત્ત થયેલ જૂના અનુભવી કર્મચારીઓને પણ આ કામમાં લગાવવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -