પશ્ચિમ બંગાળમાં બે કાર્યકર્તાની હત્યાના વિરોધમાં BJPએ કર્યું આજે બંધનું એલાન
પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કથિત રાજનીતિક હત્યાઓને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. શાહે ટ્વિટ કર્યું કે, “પશ્ચિમ બંગાળના બલરામપુરમાં ભાજપના કાર્યકર્તા દુલાલ કુમારી હત્યા વિષે જાણીને દુખ થયું. પશ્ચિમ બંગાળની ભૂમિ પર આ ક્રૂરતા અને હિંસા શર્મજનક અને અમાનવીય છે. મમતા બેનર્જીની સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા નિષ્ફળ કરી છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકત્તા: પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસામાં છેલ્લા કેટલાક દિવસોમાં બે કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજ 12 કલાક બંધનું એલાન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બંગાળની મમતા સરકારને નિષ્ફળ ગણાવી છે. મમતા સરકારે આ ઘટનાની તપાસ સીઆઇડીને સોંપી છે.
પોલિસ અધીક્ષક જોય બિસ્વાસે જણાવ્યું કે અત્યાર સુધી આ ઘટના સંબંધિત કોઈની પણ ધરપકડ કરકવામાં આવી નથી. આ ઘટનાને લઇને પશ્ચિમ બંગાળ સરકારે પુરલિયાના એસપી જોય બિસ્વાસનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ કથિત હત્યાઓથી તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ એકવાર ફરી આમને-સામને આવી ગયા છે.
પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કથિત રાજનીતિક હત્યાઓને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. શાહે ટ્વિટ કર્યું કે, “પશ્ચિમ બંગાળના બલરામપુરમાં ભાજપના કાર્યકર્તા દુલાલ કુમારી હત્યા વિષે જાણીને દુખ થયું. પશ્ચિમ બંગાળની ભૂમિ પર આ ક્રૂરતા અને હિંસા શર્મજનક અને અમાનવીય છે. મમતા બેનર્જીની સરકાર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા નિષ્ફળ કરી છે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -