અમિત શાહનો કટાક્ષ- ગઠબંધન સરકાર બની તો રોજ બદલાશે PM, સોમવારે માયાવતી તો મંગળવારે અખિલેશ હશે
અમિત શાહે બીજેપી બૂધ અધ્યક્ષોના સંમેલનમાં ઉત્તરપ્રદેશમાં થયેલા સપા-બસપા ગઠબંધન અને રાષ્ટ્રીય સ્તર પર એકજુથ થઇ રહેલા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું - વિપક્ષ બતાવે કે તમારો વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહે કહ્યું કે, બીજેપીના ચાર બી છે, બઢતા ભારત, બનતા ભારત. અને જે ગઠબંધન કરવા નીકળ્યા છે તેમના ફોર બી છે- બુઆ, ભતીજા. ભાઇ અને બહન. આ લોકોની સરકાર દેશને આગળ નહીં લઇ જઇ શકે. મોદી દેશને મજબૂત અને સ્થિર સરકાર આપી શકે છે.
વધુમાં કહ્યું કે, સાંભળી લો, દેશમાં ગઠબંધનની સરકાર બની તો રોજ પીએમ બદલાશે, સોમવારે માયાવતી હશે, મંગળવારે અખિલેશ યાદવ, બુધવારે મમતા, ગુરુવારે શરદ પવાર શુક્રવારે દેવગૌડા વડાપ્રધાન બનશે, અને શનિવાર અને રવિવારે દેશ રજા ઉપર જતો રહેશે. આ લોકો પરિવર્તન લાવવા નિકળ્યા છે અને નેતાનું નક્કી નથી.
કાનપુરઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે વિપક્ષી દળો પાસેથી પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી, પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, દેશ માટે ખાસ મહત્વનું છે કે બીજેપીની એટલી બધી બેઠકો અપાવો કે વિરોધીઓ નમી જાય. અમિત શાહે ગઠબંધનના સરકાર પર કટાક્ષ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -