દલિત પૉલિટિક્સ પર અમિત શાહે રાહુલને આપ્યો જવાબ, કહ્યું- આંખ મારવામાંથી સમય મળે તો હકીકતો શોધી લો
મોદીજી તમે દલિતો વગર ઉભા નહીં રહી શકો. જો તમે દલિતોની સામે રહ્યાં તો દેશ તમારી સામે થઇ જશે. અમે ભાજપ અને મોદી સામે લડતા રહીશું. 2019માં ભાજપ અને આરએસએસની સામે સમગ્ર દેશ ઉભો હશે. અહીંયા દલિતોની, આદિવાસીઓની, ખેડુતોની સરકાર બનશે. તમારી સાથે કોંગ્રેસ પાર્ટી ઉભી રહેશે.’’
રાહુલ ગાંધી જંતર-મંતર પર એસસી/એસટી બીલની સામે ચાલી રહેલા દલિતોના પ્રદર્શનમાં પહોંચ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ‘‘ આ દેશમાં બધાને જગ્યા મળવી જોઇએ. પછી ભલે તે દલિત હોય કે આદિવાસી. અમે એવા ભારતને જોવા માંગીએ છે, જેમાં દરેકને સમાન અધિકાર મળવો જોઇએ. ભારતના વડાપ્રધાનના હૃદયમાં દલિતો માટે કોઇ જગ્યા નથી.
શાહે વધુમાં કહ્યું કે, ‘‘તે એક સંયોગ પણ છે કે જે વર્ષે સોનિયા ગાંધી કોંગ્રેસમાં આવ્યા, તે સમય કોંગ્રેસની સરકારે પ્રમોશન માટે આરક્ષણનો વિરોધ કર્યો હતો. જ્યારે જે વર્ષે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, તે વર્ષે તેમણે એસસી/એસટી કાયદો અને ઓબીસી કમીશનનો જ વિરોધ કર્યો હતો. તેમની પછાત વિરોધી માનસિકતા આમાં દેખાઇ રહી છે. રાહુલ ગાંધીથી સંશોધન અથવા ઇમાનદારીની આશા રાખવી મુશ્કેલ છે પરંતુ તમે મંડલ કમિશન દરમિયાન રાજીવ ગાંધીના ભાષણ સાંભળી લો, જેમાં તેમણે તેનો વિરોધ કર્યો હતો.’’
એનડીએ સરકારના એસસી/એસટી એકટમાં મજબૂત સુધારાને કેબિનેટ અને સંસદ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તો તમે કઇ વાત પર પ્રદર્શન કરી રહ્યાં છો? સારૂ હોત કે કોંગ્રેસ અધ્યક્ષ આ વિશે જણાવે કે તેમની પાર્ટીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર, બાબુ જગજીવન રામ અને સીતારામ કેસરીની સાથે કેવું વર્તન કર્યું હતું? કોંગ્રેસનો માર્ગ તો દલિતોને નીચા દેખાડવાનો છે. કોંગ્રેસે વર્ષો સુધી દલિતોની મહત્વાકાંક્ષાનું અપમાન કર્યું છે.’’
બીજેપી અધ્યક્ષ અમિત શાહે રાહુલ સવાલનો જવાબ આપતા વળતો હુમલો કર્યો હતો અમિત શાહે ટ્વિટ કર્યું, ‘‘ રાહુલજી, જ્યારે તમને આંખો મારવા અને સાંસદના કામકાજમાં વિઘ્ન પાડવામાંથી સમય મળે તો કેટલોક સમય હકીકતો જાણાવામાં આપજો.
અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે, ‘‘જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે તેમની પુસ્તકમાં લખ્યું હતું કે દલિતોને સફાઇ કરવાથી આનંદ મળ છે. તેમના હૃદયમાં દલિતો માટે જગ્યા નથી.’’ રાહુલના નિવેદન પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહએ ટ્વિટ કરી હતી. તેમણે કહ્યું કે, રાહુલજી આંખો મારવામાંથી સમય મળે તો હકીકતો શોધો.
નવી દિલ્હીઃ દિલ્હીના જંતર મંતર પર દલિત સંગઠનોના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને દલિત વિરોધી માનસિકતા વાળા વ્યક્તિ ગણાવતા કહ્યું કે, બીજેપી શાસિત રાજ્યોમાં દલિતોની ધોલાઇ થઇ રહી છે. પીએમ, બીજેપી અને આરએસએસ નથી ઇચ્તું કે શિક્ષણ અને દેશની પ્રગતિમાં દલિતોને મળે.