કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહનો દાવો- 130થી વધારે બેઠકો જીતશે ભાજપ
એક સવાલના જવાબમાં શાહે કહ્યું કે ભાજપના જેટલા લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેમાં કોઈના પર માઈનિંગ ગોટાળાનો આરોપ નથી. ભાજપનો જનાર્દન રેડ્ડી સાથે કોઈ સંબંધ નથી. શાહે કહ્યું ચૂંટણીમાં અમે જાતિ-ધર્મના આધાર પર ટિકીટ નથી આપતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના પ્રચાર પર અમિત શાહે જણાવ્યું કે અમે કર્ણાટકની જનતા પાસે જવામાં સફળ રહ્યા. શાહે જણાવ્યું કે 56 હજાર બૂથમાં ભાજપના કાર્યકર્તાઓએ જનસંપર્કનું કામ કર્યું. પ્રચારમાં અત્યાર સુધી 400 રેલી-રોડ શો કરવામાં આવ્યા. 35થી વધારે નેતાઓએ આ અભિયાનમાં પોતાનો સમય આપ્યો છે.
અમિત શાહે કહ્યું અહિંયા પાંચ વર્ષથી કૉંગ્રેસની સિદ્ધરમૈયા સરકાર ચાલી છે. મે 50 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. કર્ણાટકની આ સરકાર આઝાદી બાદ સૌથી નિષ્ફળ સરકાર રહી છે. અહિંયા પાંચ વર્ષની અંદર 3500થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
બેંગલૂરૂ: કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપ 130 કરતા વધારે બેઠકો જીતશે. અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું અમે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરીએ. અમિત શાહે કહ્યું જ્યારથી ચૂંટણીથી જાહેરાત થઈ છે ત્યારથી દેશના પીએમ અને ભાજપના સર્વોચ્ચ નેતા નરેંદ્ર મોદીના નેતૃત્વમાં સફળ અભિયાન કર્યું. મોદીજીના નેતૃત્વમાં કર્ણાટકની જનતા સુધી ભાજપની વિચારધારા પહોંચી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -