પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે અમિત શાહે કરી મુલાકાત, કપિલે કહ્યુ, 'રાજકારણમાં આવવાનો નથી કોઈ ઈરાદો'
ઉલ્લેખનીય છે કે 26 મેના મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા બાદ ભાજપે 'સમર્થન માટે સંપર્ક' અભિયાનની શરૂઆત કરી છે અને જાહેરાત કરી છે કે ચાર હજાર પદાધિકારીઓ એક લાખ લોકો સાથે સંપર્ક કરશે જે પોતાના ક્ષેત્રમાં લોકપ્રિય હોય જેના કારણે પોતાના કાર્યકાળ દરમિયાન કામનું પ્રસાર કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમિત શાહ 1983ના ક્રિકેટ વિશ્વ કપ વિજેતા કેપ્ટનના ઘરે ગયા અને સરકારની સફળતાઓથી તેમને માહિતગાર કર્યા. શાહે પહેલા કહ્યું હતું કે આ અભિયાનનું ધ્યેય લોકોને સરકારના અલગ-અલગ પગલાઓથી માહિતગાર કરવાનું છે, જેના કારણે લોકોના જીવનું સ્તર ઉંચુ થયું છે. કારણ કે ગામડાઓમાં લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે અને ગરીબોના જીવનને સારૂ કરવા માટે ઘણુ કામ કરવામાં આવ્યું છે.
કપિલ દેવે કહ્યું, અમિત શાહ પોતાની સરકારની યોજનાઓ જણાવવા માટે આવ્યા હતા, નથી કોઈ સમર્થનની વાત થઈ કે નથી ચૂંટણી લડવા વિશે કોઈ વાતચીત થઈ. હું હાલ રાજકારણમાં નથી આવવા માંગતો.
નવી દિલ્લી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 'સમર્થન માટે સંપર્ક' અભિયાન અંતર્ગત પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથે મુલાકાત કરી અને મોદી સરકારની ઉપલબ્ધીઓ વર્ણવી. મુલાકાત બાદ કપિલ દેવે કહ્યું, અમિત શાહ સાથે મુલાકાતમાં મોદી સરકારના ચાર વર્ષ પર ચર્ચા કરવામાં આવી, રાજકારણમાં આવવાની મારી કોઈ ઈરાદો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -