કર્ણાટકઃ અમિત શાહે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ટ્રાન્સલેટરે ભાંગરો વાટતા થયા ગુસ્સે
આ દરમિયાન અમિત શાહ ગુસ્સો કરતા ટ્રાન્સલેટરને તેની ભૂલ સુધારવા માટે સલાહ આપતા નજરે પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલીમાં ટ્રાન્સલેટરે ઘણી બધી ભૂલો કરી હતી. એવામાં એક વખત તો તેઓ મોદીને ભાજપના પ્રધાનમંત્રી ગણાવે છે. વીડિયોમાં ભાજપ અધ્યક્ષ કૉંગ્રેસ પર નિશાન સાધતા જ્યારે એમ કહે છે કે બેંગલુરૂમાં કણાર્ટક સરકારના નામનું જે ટ્રાન્સફોર્મર છે તે બળી ગયું છે. તેના પર ટ્રાન્સલેટર કહે છે કે કર્ણાટક સરકાર પાવર હાઉસ છે.
રાજ્યમાં એક રેલીને સંબોઘન કરતા અમિત શાહ વધુ એક વખત ટ્રાન્સલેટરની ભૂલનો સામનો કરવો પડ્યો હતો. શાહની રેલીઓ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં અમિત શાહ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પાવર હાઉસ ગણાવ્યા તો તેના અનુવાદમાં ટ્રાન્સલેટરે પીએમ મોદીને ટ્રાંન્સફોર્મર બતાવ્યા હતા. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ ભડક્યા હતા અને ટ્રાન્સલેટરને પોતાની વાત સાચી રીતે રજૂ કરવા સલાહ આપી હતી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે હિંદીમાં સંબોધન કર્યું હતું,જ્યારે સામે બેઠેલી મોટાભાગની જનતા કન્નડ ભાષા સમજે છે. એવામાં જનતા સુધી વાત પહોંચાડવા માટે ટ્રાન્સલેટરની મદદ લેવી પડે છે, પરંતુ ટ્રાન્સલેટરની છેલ્લા ઘણા ભાષણોથી સતત અમિત શાહની વોત જનતા સુધી પહોંચાડવામાં ભૂલ કરી બેસે છે.
બેગલૂરૂ: કર્ણાટક વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ કૉંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચાર ઝડપી બનાવ્યો છે. પ્રધાનમંત્રી નેરંદ્ર મોદીએ ગુરૂવારે ધણા વિસ્તારમાં ચૂંટણી સભાઓ કરી જ્યારે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી જીતવા માટે સતત પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહને ભાષાકિય પડકારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -