નારાજ શિવસેનાને મનાવશે BJP, આજે ઉદ્ધવ સાથે મુલાકાત કરશે અમિત શાહ
શિવસેના આગામી ચૂંટણી બીજેપી સાથે નહીં લડે તેમ સતત કહી રહ્યું છે. પાલઘર પેટા ચૂંટણી તેનું જ એક ઉદાહરણ હતું. બીજેપી પણ શિવસેનાને તેની સાથે છેડો ફાડવા દેવા માંગતું નથી. 48 લોકસભા સીટવાળા મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધન 42 સીટ જીત્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટા ચૂંટણીઓમાં સતત હારનો સામનો કરી રહેલી બીજેપી સામે સાથી પક્ષોને જાળવી રાખવાનો મોટો પડકાર છે. શિવસેના બાદ બિહારમાં નીતિશ કુમારની જેડીયુ, રામવિલાસ પાસવાન સહિત અન્ય પાર્ટીઓના આવેલા નિવેદનો ભાજપ માટે ચિંતાનો વિષય છે.
છેલ્લા ઘણા સમયથી શિવસેના અને બીજેપીના સંબંધ વણસી રહ્યા છે. શિવસેનાના નેતાઓ સતત બીજેપી અને મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતિમાં અમિત શાહે નારાજ સાથી પક્ષોને ફરીથી મનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી સામે તેના નારાજ સાક્ષી પક્ષોને મનાવવાનો પડકાર છે. જેને લઈ ભાજપ અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. તાજેતરમાં જ યોજાયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-બીજેપી એકબીજા સામે ચૂંટણી લડ્યા હતા, જે બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે.
પાલઘર પેટાચૂંટણી દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે ઘણા આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. પ્રચાર દરમિયાન ઉદ્ધવે કહ્યું હતું કે જો વિપક્ષ એકજૂથ નહીં થાય તો બીજેપીને હરાવવામાં ઘણો વિલંબ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -