અમૃતસર ટ્રેન દુર્ઘટના પહેલા પોસ્ટરમાં જ થયું હતું અપશુકન, એક દિવસ પહેલા જ થઈ રહ્યું હતું વાયરલ, જાણો વિગત
આ કાર્યક્રમમાં હાજર નવજોત કૌર આ વિસ્તારમાંથી ધારાસભ્ય રહ્યા હતા. હાલ તેમના પતિ અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અહીંયાથી મંત્રી છે. પોસ્ટરમાં બંને નેતાઓને મુખ્ય અતિથિ ગણાવાયા છે.
તેના એક દિવસ બાદ શુક્રવારે વિજયાદશમીના દિવસે કાર્યક્રમના ઘટનાસ્થળે મોટી દુર્ઘટના થઈ હતી. પોસ્ટરમાં રાવણદહનનું સ્થળ જોડા ફાટક પાસે ધોબી ઘાટ ગોલ્ડન એવન્યૂ જણાવવામાં આવ્યું છે. આ વિસ્તાર અમૃતસર ઈસ્ટમાં આવે છે.
અમૃતસરઃ અમૃતસરના જોડા ફાટક પર શુક્રવારે સાંજે બનેલી ભાષણ ટ્રેન દુર્ઘટનામાં 60થી વધારે લોકોના મોત થયા છે. દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટર જ્યાં કાર્યક્રમ યોજાતો હતો ત્યાંનું છે.
આ પોસ્ટર વાયરલ થવાનું કારણે તેમાં રહેલી ભૂલ છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘નેકી પર બદી કી જીત’ લખવામાં આવ્યું છે, જ્યારે તેમાં ‘બદી પર નેકી કી જીત’ હોવું જોઈતું હતું. આ ભૂલના કારણે કાર્યક્રમનું આ પોસ્ટર ગુરુવારથી જ વાયરલ થઈ રહ્યું છે.