અમૃતસર ટ્રેન અકસ્માતઃ દુર્ઘટના બાદ ડ્રાઈવરે શા માટે ટ્રેન ન રોકી? DRMએ આપ્યું આ કારણ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધૂના નિવેદન કે ટ્રેનમાં હોર્ન ન હતું, ડીઆરએમએ કહ્યું કે, ટ્રેનમાં હોર્ન છે અને તે યોગ્ય રીતે કામ કરે છે. ડીઆરએમે દાવો કર્યો કે ડ્રાઈવરે હોર્ન વગાડ્યું હતું. ડીઆરએમને જ્યારે એ પૂછવામાં આવ્યું કે તેમને આ ઘટનાની જાણકારી ક્યારે મળી તો તેમનું કહેવું હતું કે, તેમને યાદ નથી. તે એ પણ ન જણાવી શક્યા કે ક્યા સમયે અકસ્માત થયો.
ઘટના બાદ ટ્રેનની ગતિ 10 સુધી આવી ગઈ હતી પરંતુ લોકો ટ્રેન પર પથરાવ કરવા લાગ્યા. ગાર્ડે ડ્રાઈવરને જણાવ્યું કે, લોકો ગુસ્સામાં છે અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટ્રેન રોકવી યોગ્ય નહીં રહે. ત્યાર બાદ ડ્રાઈવર ટ્રેન લઈને અમૃતસર પહોંચી ગયો. ડીઆરએમ અનુસાર ડ્રાઈવર સુરક્ષિત છે, અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તે અકસ્માત થઈ ગયા પછી રોકાયો નહીં.
ડીઆરએમે જણાવ્યું કે, જ્યાં ઘટના બની તેની પહેલા એક વળાંક છે, ડ્રાઈવર 91 કિલોમીટર પ્રતિ કલાકની ગતીએ ટ્રેન લઈને આવી રહ્યો હતો, તેણે જ્યારે લોકોને જોયા ત્યારે ગતિ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો અને 68 કિમી પ્રતિ કલાક સુધી જ લઈ જઈ શક્યો અને અકસ્માત થઈ ગયો. આ ગતિને ચાલતી ટ્રેનને રોકવા માટે ઓછામાં ઓછું 700 મીટર સુધીનું અંતર હોવું જોઈએ.
અમૃતસરઃ દશેરાના અવસર પર રાવણ દહન જોવા ગયેલ લોકો પર ટ્રેન ચઢી ગઈ હીત. તેમાં 60 લોકોના મોત થયા છે. આ મામલે ફિરોઝપુર ડીઆરએમ વિવેક કુમારનું કહેવું છે કે, ડ્રાઈવરે સ્પીડ ઘટાડી હતી. તેમ છતાં અનેક લોકો ટ્રેન નીચે કચડાઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -