✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ શોકમાં બોલીવુડ સ્ટાર્સ, ટ્વિટ કરી પરિવારને આપી રહ્યા છે સાંત્વના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Oct 2018 11:03 AM (IST)
1

સ્વરા ભાસ્કરે લખ્યું, “અમૃતસરમાં થયેલી દુર્ઘટનના પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થના. આ ખૂબ દુઃખ છે. તહેવાર પર ભયાનક ખબર, તમામને આ કષ્ટ સહન કરવાની હિંમત આપે.”

2

કિરણ ખેરે લખ્યું, “અમૃતસરમાં ટ્રેન દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોતથી ઘણી હેરાન છું. આ દુર્ઘટના રાવણ દહન સમયે બની. રેલવે ટ્રેક પર આવી ઈવેન્ટ કરી શકાય ? બેદરકારીની પણ હદ હોય. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને સાંત્વના પાઠવું છું.”

3

કપિલ શર્માઃ “અમૃતસર રેલ દુર્ઘટના અંગે સાંભળીને ઘણું દુઃખ થયું. ઈશ્વર તેમના પરિવારજનોને સંકટમાંથી ઉગરવા માટે શક્તિ આપે અને જે લોકો ઘાયલ થયા છે તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનનો પ્રાર્થના કરું છું.”

4

હુમા કુરૈશીએ લખ્યું, “શબ્દમાં વર્ણન ન કરી શકાય... અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ હચમચાવી દેનારી છે.... હું હેરાન છું.”

5

ફરહાન અખતરે લખ્યું, “અમૃતસરમાં થયેલા દુર્ઘટનાથી દુઃખી છું. જાહેર સ્થળોએ સાવધાનીને ગંભીરતાથી લેવી જોઈએ. દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના.”

6

અનુપમ ખેરે લખ્યું, “અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી ઘણો દુઃખી છું. જે લોકોએ તેમના પરિવારજનો અને મિત્રો ગુમાવી દીધા છે તેમના પ્રત્યે સંવેદન વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત આપે. આ ઉપરાંત તેણે તમામ હેલ્પલાઇન નંબર પણ ટ્વિટર પર શેર કર્યા છે.”

7

મુંબઈઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામં 60થી વધારે લોકોના મોત થયા છે. આ ઘટનાથી બોલીવુડમાં પણ શોકનો માહોલ છે. દુર્ઘટના બાદ બોલીવુડ સ્ટારેસ સોશિયલ મીડિયા દ્વરા પીડિત પરિવારોનો સાંત્વાના પાઠવી રહ્યા છે.

8

આલિયા ભટ્ટે લખ્યું, “અમૃતસર ટ્રેન દુર્ઘટના દિલ તોડી નાંખનારી છે. આ દુર્ઘટના ઘણી ભયાનક છે. સાવધાની અને સુરક્ષા પ્રત્યે આપણું વલણ કેવું છે તેનું વધુ એક ઉદાહરણ છે. પીડિતો માટે પ્રાર્થના.”

9

અજય દેવગને ટ્વિટ કરીને લખ્યું કે, “અમૃતસરમાં થયેલી રેલ ટ્રેક દુર્ઘટના અંગે જાણીને ઘણું દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદના તમામ પરિવારો સાથે છે.”

  • હોમ
  • India-news
  • દેશ
  • અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ શોકમાં બોલીવુડ સ્ટાર્સ, ટ્વિટ કરી પરિવારને આપી રહ્યા છે સાંત્વના
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.