અન્ના હજારેને મળ્યા મુખ્યમંત્રી ફડણવીસ, આશ્વાસન પર ખત્મ કર્યું ઉપવાસ આંદોલન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું, સરકાર તરફથી લોકપાલ સર્ચની મીટિંગ 13 ફ્રેબુઆરીના થશે. આ સંબંધે કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવશે. આ દરમિયાન જોઈન્ટ ડ્રાફ્ટિંગ કમિટિનું ગઠન કરવામાં આવશે. આ કમિટિ નવો ડ્રાફ્ટ બનાવશે અને આગામી સત્રમાં રજૂ કરશે.
મુંબઈ: લોકપાલ અને લોકાયુક્તની માંગને લઈને ઘરણા પર બેઠેલા સમાજસેવક અન્ના હજારેએ ઉપવાસ આંદોલન ખત્મ કર્યું છે. રાલેગણ સિદ્ધિ ગામમાં ઉપવાસ પર બેઠેલા હજારે સાથે મંગળવારે કૃષિ મંત્રી રાધામોહન સિંહ, કેંદ્રીય મંત્રી સુભાષ ભામરે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે મુલાકાત કરી. 31 જાન્યુઆરીથી ઉપવાસ આંદોલન પર બેઠેલા હજારે સાથે પ્રથમ વખત કોઈ નેતાએ મુલાકાત કરી. ત્યારબાદ તેમણે પોતાનું ઉપવાસ આંદોલન ખત્મ કર્યું હતું.
પોતાની માંગને લઈને ઉપવાસ આંદોલન પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ સોમવારે કહ્યું હતું કે ભાજપે 2014 લોકસભા ચૂંટણી જીતવા તેમનો ઉપયોગ કર્યો છે. મારી અંદર તેમના માટે હવે કોઈ સમ્માન નથી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સરકાર માત્ર દેશમાં લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રની ભાજપ સરકાર છેલ્લા ચાર વર્ષથી ખોટુ બોલે છે.