JNUના વધુ એક દલિત વિદ્યાર્થીની આત્મહત્યા, જાણો યુનિ.માં થતાં ભેદભાવ માટે શું લખ્યું હતું FB પર
ઉલ્લેખનીય છે કે પ્રોફેસર સુખદેઓ થોરાટ હેઠળ એક કમિટીએ પછાત વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્થાપન માટે મહત્વની ભલામણો કરી છે. જો કે પોલીસનું કહેવું છે કે ક્રીશ કોઈ અંગત કારણથી ડિપ્રેશનમાં રહેતો હતો. જ્યારે તેના મિત્રોએ પ્રવેશ પ્રક્રિયામાં ભેદભાવની વાતને સમર્થન આપ્યું હતું. ક્રીશ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો વિદ્યાર્થી હતો અને રોહિત વેમુલાને ઓળખતો હતો. ઉલ્લેખનીય છે કે રોહિતે પણ યુનિવર્સિટીમાં થતા ભેદભાવના આરોપ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીસીપી ઈશ્વર સિંહના જણાવ્યા મુજબ કોઈ જ સુસાઈડ નોટ મળી આવી નથી. અને આથી આત્મહત્યાનું કારણ જાણી શકાયુ નથી. જો કે ક્રીશની છેલ્લી ફેસબુક પોસ્ટ જે તેણે 10 માર્ચે કરવામાં આવી હતી. આ પોસ્ટમાં યુનિવર્સિટીમાં રિસર્ચ માટેની પ્રવેશ પ્રક્રિયામાં થતાં ભેદભાવની વાત કરવામાં આવી છે. ‘ જ્યારે સમાનતા નથી મળતી ત્યારે કશું જ નથી મળતું. એમફીલ/પીએચડીના પ્રવેશમાં કોઈ સમાનતા નથી. વાઈવામાં પણ સમાનતા નથી. માત્ર આ સમાનતા આપવાથી ઈનકાર કરવામાં આવે છે. પ્રોફેસર સુખદેઓ થોરાટની ભલામણોનો ઈનકાર કરવામાં આવે છે.’
દિલ્લીના જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં એમફીલનો અભ્યાસ કરી રહેલા એક દલિત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. 25 વર્ષીય મુથુક્રિશ્નનદ જીવનંથમ (રજની ક્રીશ) સેન્ટર ફોર હીસ્ટોરીકલ સ્ટડીઝમાં રિસર્ચ કરી રહ્યો હતો. જેણે સોમવારે સાંજે દિલ્લીના મુનીરકા વિહારમાં આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -