પ્રવીણ તોગડિયાએ શું રાખ્યું રાજકીય પક્ષનું નામ, કેટલી સીટો પરથી લડશે લોકસભાની ચૂંટણી, જાણો વિગત
તોગડિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિર નહીં બનાવડાવી શકી નથી પરંતુ લખનઉમાં બાબરી મસ્જિદ બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યા, કાશી, મથુરામાં મંદિર નિર્માણ, બાંગ્લાદેશી ઘુસણખોરી, સમાન આચાર સંહિતા, બે બાળકોનો કાયદો, કલમ 370ને ખતમ જેવા મુદ્દાઓ પર તેમની પાર્ટી કામ કરશે.
આ બધું જોઈને પોલીસે તેમણે રોક્યા હતા અને કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. કાર્યકર્તા બેરિકેટ્સને ધક્કો મારીને પરિક્રમા માટે આગળ વધ્યાં તો તેમને પણ રોકવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
જોકે તોગડિયાએ પહેલા પણ કહ્યું હતું કે, તેઓ 23 ઓક્ટોબરે અયોધ્યા પહોંચશે અને પરિક્રમા કરશે. આજે અચાનક મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને પરિક્રમમાં કરવા લાગ્યા હતાં.
તેમણે કહ્યું હતું કે, બહુ જ જલ્દી જ પાર્ટીનું નામ જાહેર કરવામાં આવશે. તેમણે હિન્દુ સંગઠનોને આગ્રહ કર્યો છે કે, તે પણ આ પાર્ટીનો હિસ્સો બને. તેમણે કહ્યું હતું કે, સત્તામાં આવ્યાની સાથે જ હિન્દુ હિત માટે કામ કરવામાં આવશે.
અયોધ્યા: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ રાજકિય પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી બધી જ લોકસભા સીટો પરથી ચૂંટણી લડશે અને સત્તામાં આવ્યાના ત્રણ મહિનામાં જ રામ મંદિર બનાવવામાં આવશે.