પ્રદૂષણ હટાવવા કેજરીવાલ સરકારે આ લીધા પગલા, લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
પ્રદૂષણ પર સરકારના વલણથી નારાજ દિલ્લીવાસીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનમાં બાળકો, મહિલાઓ માસ્ક પહેરીને પહોંચ્યા હતા. ફિટનેસ એક્સપર્ટ વેસના જેકબના મતે શહેરમાં હાલમાં એટલુ ભયાનક પ્રદૂષણ છે કે બાળકોએ માસ્ક પહેર્યા વિના બહાર નીકળવું જોઇએ નહીં. બીજી તરફ કેજરીવાલ સરકારે આજે બપોરે ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં પ્રદૂષણના ઉકેલ માટેના ઉપાયો પર વિચાર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્લીમાં આગામી 5 દિવસ સુધી નિર્માણ કાર્ય પર રોક, 10 દિવસ સુધી ડિઝલવાળા જનરેટર સેટ પર પ્રતિબંધ, બદરપુર પ્લાંટ રાખ પર 10 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કાલથી રોડ પર થશે પાણીનો છટકાવ, 3 દિવસ સુધી દિલ્લીના તમામ સ્કૂલો બંધ રહેશે, કચરો સળગાવા પર પ્રતિબંધ. કેજરીવાલે તમામલ લોકોને આ સમસ્યાના સમાધાન માટે સહયોગ આપવા માટે અપિલ કરી છે. તમામ લોકો આ મસ્યાનો મળીને નિરાકરમ લાવે
નવી દિલ્લીઃ પ્રદૂષણને હળવો કરવા માટે સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે કેબિનેટ કક્ષાની બેઠક બોલાવી હતી. જેમા 7 મોટા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ મહત્વના નિર્ણયોમાં ડિઝલ વાળા જનરેટર સેટ પર પ્રતિબંધ લગાવવાની વાતનો નિર્ણય કર્યો હતો. સીએમ નિવાસે કેબિનેટની બેઠક બાદ કેજરીવાલે સાત મોટી જાહેરાત કરી હતી. દિલ્લીમાં આગામી 5 દિવસ સુધી નિર્માણ કાર્ય પર રોક, 10 દિવસ સુધી ડિઝલવાળા જનરેટર સેટ પર પ્રતિબંધ, બદરપુર પ્લાંટ રાખ પર 10 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કાલથી રોડ પર થશે પાણીનો છટકાવ, 3 દિવસ સુધી દિલ્લીના તમામ સ્કૂલો બંધ રહેશે, કચરો સળગાવા પર પ્રતિબંધ
પ્રદૂષણને કારણે દિલ્લીની આબોહવા ઝેરી બની ગઇ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ખતરનાક સાબિત થઇ શકે છે. એનજીટીએ પણ આ સ્થિતિ બદલ મોદી સરકાર અને દિલ્લીની કેજરીવાલ સરકારની ટીકા કરી હતી. દિલ્લી અને એનસીઆરમાં પ્રદૂષણને કારણે ધુમ્મસનું પ્રમાણ વધ્યુ છે. પરિણામે વાહનચાલકોને પણ પરેશાની સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -