SC-ST એક્ટ પરના ફેંસલા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, કહ્યું- નિર્દોષને ના થવી જોઇએ સજા
આગોતરા જામીનની જોગવાઇ 1973માં અધિકાર હેઠળ જોડવામાં આવી. કોર્ટે ખોટું કહ્યું છે કે જામીન આપવાનો ઇનકાર કરવો એ જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. જ્યારે આર્ટિકલ 21 હેઠળ જીવવાના અધિકાર અંતર્ગત આરોપીના અધિકારોને સુરક્ષિત કરવું મહત્વપૂર્ણ છે, તો SC/ST સમુદાયના લોકોને પણ બંધારણના આર્ટિકલ 21 અને છૂતાછૂત પ્રથા વિરુદ્ધ આર્ટિકલ 17 હેઠળ સંરક્ષણ જરૂરી છે. કેન્દ્રએ કહ્યું છે કે આ અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી થાય, ચેમ્બરમાં નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSC/ST વિરુદ્ધ અપરાધ સતત ચાલુ છે. તથ્યો જણાવે છે કે કાયદો લાગુ કરવામાં કમજોરી છે, તેનો દુરુપયોગ નથી થઇ રહ્યો. જો આરોપીને આગોતરા જામીન મળી ગયા તો તે પીડિતને ધમકાવશે અને તપાસ અટકાવી દેશે.
SC/ST ઍક્ટ મામલે કેન્દ્ર સરકારની પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો 20 માર્ચનો નિર્ણય SC/ST સમુદાયના બંધારણ હેઠળ આપેલા આર્ટિકલ 21 હેઠળ જીવવાના મૌલિક અધિકારથી વંચિત કરશે.
સુનાવણી પછી CJIએ કહ્યું, તે જ બેન્ચ આજે બે વાગે સુનાવણી કરશે જેણે ફેંસલો આપ્યો. ફેંસલા પર રોક લાગશે કે નહીં તે બેન્ચ જ નક્કી કરશે. નોંધનીય છે કે, 20 માર્ચના ફેંસલા વિરુદ્ધ કેન્દ્રએ પુનર્વિચાર અરજી દાખલ કરી છે. મામલા પર જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ યુ.યુ. લલિતની બેન્ચે આદેશ આપ્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી એટર્ન જનરલે આજે જ બે વાગે સુનાવણીની માંગ કરી. AG વેણુગોપાલે સીજેઆઇ કોર્ટમાં કહ્યું, દેશમાં કાયદો-વ્યવસ્થા ખરાબ થઇ રહ્યા છે. એવામાં મામલાની આજે જ સુનાવણી થવી જોઇએ. કોર્ટે માંગ માની લીધી છે. એમિકસ ક્યુરી અમરેન્દ્ર શરણે તેનો વિરોધ કર્યો.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યુ હતું, આ દરમિયાન 10 થી વધુ રાજ્યોમાં પ્રદર્શન થયા અને 14 લોકોના મોત થઇ ગયા હતા. આમાં સૌથી વધારે મધ્યપ્રદેશમાં હિંસાની અસર થઇ હતી.
આ અરજી કેન્દ્ર સરકાર તરફથી સોમવારે દાખલ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટ જલ્દી સુનાવણી કરવાના ના પાડી દીધી હતી. વળી, આ મુદ્દે ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું, તે દરમિયાન વિપક્ષે જબરદસ્ત હંગામો પણ કર્યો હતો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એસસ/એસટી એક્ટ મામલે દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજીને ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી, કોર્ટે પોતાના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. કહ્યું, અમે એસસ/એસટી એક્ટ, પર નિર્દોષને સજા ના થવી જોઇએ.'' કોર્ટે દરેક પાર્ટીઓ પાસેથી બે દિવસમાં જવાબ માંગ્યો છે અને આ મામલે 10 દિવસ બાદ સુનાવણી કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -