સિગ્નલ ન મળ્યું તો ઝાડ પર ચડી ગયા મોદી સરકારના મંત્રી, જાણો પછી શું થયું
અર્જુમ મેધવાલ એ જ નેતા છે જે પર્યાવરણને લઈને લોકોને જાગરૂત કરવા માટે સાઈકલથી જ સંસદ જાય છે. દલિત વર્ગ સાથે જોડાયેલ મેધવાલની ઓળખ કડક નેતા તરીકેની છે. પર્યાવરણ સંરક્ષણના હિતેષી મેધવાલને ઘણી વખત સાઈકલથી સંસદ જતા જોઈ શકાય છે. તે બીકાનેરથી સંસદ સભ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીડીને ઝાડના ટેકે મુકવામાં આવી અને તેના પર ચડીને અર્જુન મેધવાલે નિર્દેશ આપ્યા કે હોસ્પિટલમાં નર્સની નિમણૂંક કરવામાં આવે. આનાથી ખબર પડે છે કે ડિજિટલ ઇન્ડિયાના ભલે ઉંચા ઉંચા દાવા કરવામાં આવતા હોય પરંતુ અનેક જગ્યાએ ઉંચા ઝાડ પર ચડ્યા વગર ડિજિટલ ઇન્ડિયા સાકાર નથી થઈ શકતું.
અર્જુન મેધવાલે તરત જ પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને બીકાનેરના મુખ્ય મેડીકલ ઓફિસર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઈલનું સિગ્લન મળ્યું નહીં. ગામડાના લોકોએ કહ્યું કે, ઝાડ પર ચડવાથી સિગ્નલ મળે છે માટે મંત્રીજી માટે સીડી મંગાવવામાં આવી.
જયપુરઃ ડિજિટલ ઇન્ડિયાની ચારેય બાજુ ધૂમ છે, પરંતુ ખરેખર સ્થિતિ શું છે તેનો અરીસો કેન્દ્રીય નાણાંરાજ્ય પ્રધાન અર્જુન મેધવાલને પોતાની જ સરાકરે બતાવી દીધો. થયું એવું કે મંત્રીજી બીકાનેરના ઢોલિયા ગામના પ્રવાસ પર હતા, જ્યાંના લોકોની ફરિયાદ હતી કે તેમની હોસ્પિટલમાં નર્સ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -