✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ કાશ્મીરઃ મોબાઈલ ફોન માટે ઠપકો આપતા જવાને મેજરને ગોળીઓથી વીંધી નાખ્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2017 11:46 AM (IST)
1

સૂત્રોએ જણાવ્યું કે મેજર થાપાએ જવાનને ઢસડ્યો હતો અને તેને કહ્યું હતું કે સેન્સિટિવ વિસ્તારમાં ઓનડ્યૂટી સેલ ફોનનો ઉપયોગ કરવા માટે કમાન્ડિંગ ઓફિસરને તેનો રિપોર્ટ કરવામાં આવશે. ફોન જ્યારે જપ્ત કરવામાં આવ્યો ત્યારે તેને નુકસાન થયું હતું, જેના કારણે બંને વચ્ચે દલીલો થઇ હતી અને તે પછી જવાને એકે-47 રાઇફલથી ઓફિસર પર ગોળીઓ ચલાવી હતી.

2

સૂત્રોએ જણાવ્યું કે મેજર શિખર થાપા 71 આર્મર્ડ રેજિમેન્ટમાં હતા પરંતુ તેમણે 8 રાષ્ટ્રીય રાઇફલ્સ સાથે જોડવામાં આવ્યા હતા. 8 રાષ્ટ્રીય રાઇફલ્સ આર્મીનું એલિટ કાઉન્ટર-ઇન્સર્જન્સી યુનિટ છે, જેને ઉરીમાં એલઓસી પાસે તહેનાત કરવામાં આવ્યું છે. આર્મીના અધિકારીઓએ મેજર થાપાના મૃત્યુને કન્ફર્મ કર્યું છે અને કહ્યું છે કે આ બાબતની વિગતો મેળવવામાં આવી રહી છે.

3

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ફરજ બચાવતા જવાનને મોબાઇલનો ઉપયોગ કરતાં રોકવા પર તેણે પોતાના મેજરને ગોળી મારી દીધી. રેજિમેન્ટમાં તપાસ દરમિયાન મેજરને જાણવા મળ્યું કે જવાન ડ્યૂટીના સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો. તેના પર તેણે તેને ઠપકો આપ્યો અને મોબાઇલ જપ્ત કરી લીધો. તેનાથી ગુસ્સામાં આવેલ જવાને મેજરને ગોળી મારી દીધી હતી. સેના પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ કાશ્મીરઃ મોબાઈલ ફોન માટે ઠપકો આપતા જવાને મેજરને ગોળીઓથી વીંધી નાખ્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.