આર્મી વેલફેર ફંડમાં 5 કરોડ જમા કરાવશે કરણ જૌહર, જાણો બે મહિનામાં તેમાં કેટલી રકમ થઈ જમા
શનિવારે આ ફંડ એવા સમયે ચર્ચામાં આવ્યું જ્યારે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મમાં લેનાર ફિલ્મ પ્રોડ્યુસર્સે પેનલ્ટી તરીકે પાંચ કરોડ રૂપિયા આપવા પડશે. આ રકમ આર્મી વેલફેર ફંડમાં જશે. પોતાની ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને લેવાને કારણે કરણ જૌહરે પણ આમ કરવાનું હતું. જોકે બીજા જ દિવસે આર્મીએ તેના પર નારાજગી દર્શાવી હતી. આર્મી અધિકારીઓએ કહ્યું કે, આર્મીને રાજનીતિમાં ઢસેડો, અમે સ્વૈચ્છિક રીતે આપવામાં આવેલ ફંડ જ લઈએ છીએ, કોઈ જરબદસ્તી આપવામાં આવેલ નહીં.
સરકારી સૂત્રોનું માનીએ તો આર્મીના આ વેલફેર ફંડ એકાઉન્ટમાં ઓગસ્ટ મહિનાની મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને વિતેલા સપ્તાહ સુધી સમગ્ર દેશમાંથી તેમાં 1.4 કરોડ રૂપિયા જમા થયા છે. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝ નામના આ ફંડને રક્ષા પ્રધાન મનોહર પર્રીકરના આદેશ પર શરૂ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ પ્રધાનનું કહેવું હતું કે, ઘણીબધી સંસ્થાઓ અને લોકોએ સરહદ પર શહીદ થયેલ જવાનોના પરિવારને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના માટે આ ફંડની શરૂઆત કરવામાં આવી. આર્મી વેલફેર ફંડ બેટલ કેઝ્યુએલિટીઝમાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ દાન આપી શકે છે, જોકે તેનું મેનેજમેન્ટ આર્મી જ જોવે છે. ફંડમાં મળનારી રકમ શહીદોના પરિવારને સરકાર દ્વારા નક્કી રકમ કરતાં અલગ હોય છે.
મુંબઈઃ કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'ને કોઈપણ વિરોધ વગર રિલીઝ થવા દેવા બદલ આર્મી વેલફેર ફંડમાં 5 કરોડ રૂપિયા આપવાની શરત રાખી છે. જોકે આર્મી તરફતી આ રૂપિયા ન લેવાની વાત કહેવામાં આવી છે. જ્યારે એક અહેવાલ અનુસાર જે એકાઉન્ટમાં કરણ જૌહરને 5 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે તેમાં બે મહિનામાં માત્ર 1.5 કરોડ રૂપિયા પણ જમા નથી થયા.