CBI વિવાદમાં સરકારે કર્યા હાથ અધ્ધર, જેટલીએ કહ્યું- CVCના માર્ગદર્શન હેઠળ SIT કરશે તપાસ
જેટલીએ કહ્યું કે, અમે સીબીઆઇના કોઇ અધિકારીઓને દોષી નથી માની રહ્યાં. કાયદા પ્રમાણે જ્યાં સુધી તપાસ પુરી ના થાય એટલા માટે અધિકારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાંમંત્રી જેટલીએ કહ્યું કે, સીબીઆઇમાં હાલમાં ખરાબ અને દૂર્ભાગ્યાપૂર્ણ સ્થિતિ પેદા થઇ છે. બે વરિષ્ઠ ડાયરેક્ટર પર સવાલ ઉઠ્યા છે. ડાયરેક્ટરે પોતાની નીચે અને બીજા નંબરના અધિકારીએ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યા છે. આની તપાસ કોણ કરશે તે સરકાર સામે પ્રશ્ન છે. આ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતુ અને ના સરકાર તપાસ કરશે.
જેટલીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની જવાબદાર માત્ર સુપરવિઝનની જ છે. આમ કહી તપાસ કરવા અંગે કેન્દ્ર સરકાર હાથ ઉંચા કરી દીધા છે. મંગળવારે સીવીસીએ જણાવ્યું બન્ને અધિકારી આ આરોપોની તપાસ નથી કરી શકતાં, જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આ અધિકારીઓને કામમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી છે, અને જ્યાં સુધી એસઆઇટી તપાસ પુરી નથી કરી લેતી ત્યાં સુધી આ અધિકારીઓને સીબીઆઇમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશી સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ પર બુધવારે કેન્દ્ર સરકારે નિવેદન આપ્યુ, નાણામંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મીડિયા સામે આવ્યા. સીબીઆઇ પર જેટલીએ કહ્યું કે, CBI એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેની સાખ સચવાય તેના માટે કેન્દ્ર સરકાર તત્પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -