નરેન્દ્ર મોદી જેટલી સાથે હાથ મિલાવવા ગયા પણ જેટલીએ હાથ મિલાવવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2018 09:47 AM (IST)
1
2
વાસ્તવમાં જેટલી કિડનીની બિમારીના કારણે લાંબી રજાઓ પછી સંસદમાં હાજર રહ્યા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ડોક્ટરોએ જેટલીને કોઇ પણ વ્યક્તિના સંસર્ગમાં નહી આવવાની સલાહ આપી છે જેને કારણે તેમણે મોદી સાથે હાથ મિલાવ્યા નહોતા. જેટલી ડોક્ટરોના સૂચનોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.
3
નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે NDAના હરિવંશ નારાયણ સિંહની (62) પસંદગી કરવામાં આવી છે. હરિવંશ નારાયણ સિંહની તરફેણમાં 125 મત પડ્યાં છે. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ જેવાં જ હરિવંશ સિંહની જીતની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન મોદીએ તેમની સીટ પર જઈને અભિનંદન આપ્યાં હતા.
4
ત્યારબાદ પાછા ફરતા સમયે વડાપ્રધાન મોદીએ પોતાની બાજુમાં બેઠેલા અરુણ જેટલી તરફ હાથ લંબાવ્યો હતો પરંતુ જેટલીએ હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેટલીએ બે હાથ જોડીને સંકેત આપ્યો હતો.