અરૂણાચલ પ્રદેશ: ભૂસ્ખલનમાં ITBPના 5 જવાનનાં મોત, અન્ય 6 ઈજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jun 2018 09:49 AM (IST)
1
સેનાની રેસ્કયુ ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. સૂત્રોને મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રોડની હાલત ઘણી ખરાબ છે.
2
ITBPના ઇજાગ્રસ્ત જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જેમાં બે જવાનની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ITBPની ગાડીમાં કુલ 20 જવાન સવાર હતા. આ દૂર્ઘટના લિકાબલી પાસે ઘટી હતી.
3
ઈટાનગર: અરૂણાચલ પ્રદેશમાં લોઅર સિયાંગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં આઇટીબીપી જવાનની ગાડી ભેખડ નીચે દટાઇ ગઇ હતી. જેમાં સવાર 4 આઇટીબીપી જવાનના મોત થયા છે જ્યારે અન્ય છ જવાન ઇજાગ્રસ્ત થયા છે.