કેજરીવાલે નોટબંધીને ગણાવ્યું મોટું કૌભાંડ, કહ્યું- ભાજપે પોતાના મિત્રોને પહેલાજ જાણ કરી દીધી
તેની સાથે જ તેમણે નોટબંધીના નિર્ણયને પરત લેવાની માગ કરતા કહ્યું કે, આ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કાળા નાણાં પર નહીં પરંતુ સામાન્ય લોકોના વર્ષો ભેગી કરેલી બચત પર સ્ટ્રાઈક્સ છે. આ જે અફરાતફરી ઉભી થઈ છે તેનાથી કોઈ કાળાં નાણાંની જાણકારી નહીં મળે. તેનાથી કાળાં નાણાં માત્ર સ્થાન બદલાઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું, નોટ બદલવા અને એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્યા લોકો લાઈનમાં લાગ્યા છે? તે સામાન્ય લોકો છે. તેમણે આરોપ લગાવ્યો કે જાણી જોઈને આ કટોકટી ઉભી કરવામાં આવી છે, જેથી લોકો દોડતા દોડતા સરકારના દલાલોની પાસે ભાગે.
કેજરીવાલે કહ્યું, વિતેલા ક્વાર્ટર પહેલા બેંકમાં જમા નેગેટિવમાં હતું, તેમાં કોઈ વધારો જોવા મળ્યો ન હતો. પરંતુ ત્યાર બાદ અચાનક તેમાં વધારો થયો. એવામાં સવાલ ઉભા થાય છે કે આમ કેવી રીતે થયું. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ જ્યારે મંગળવારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી તે પહેલા જ ભાજપ અને તેના મિત્રોને જાણકારી આપી દેવામાં આવીહતી અને તેમણે પોતાની રોકડ જમા કરાવી દીધી.
સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, નોટબંધીના નામ પર દેશમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારે કેટલાક લોકોને પહેલા જ સાવચેત કરી દીધા હતા. વિતેલા ત્રણ મહિનામાં બેંકોમાં હજારો કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા. બેંકમાં જમા કરાવવામાં આવેલ આટલી મોટી રકમ શંકા ઉપજાવે છે.
નવી દિલ્હીઃ દેશમાં 500 અને હજાર રૂપિયાની નોટ બંધ કરવાના સરકારના નિર્ણયને પરત લેવાની માગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે પોતાના મિત્રોને નોટબંધીને લઈને પહેલાથી જ સાવચેત કરી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -