રામલીલા મેદાન વિવાદ: કેજરીવાલ બોલ્યા- PM મોદીનું નામ અટલ રાખે તો મત મળશે
નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ દિવંગત અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવ પર વિવાદ શરૂ થયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપે પ્રધાનમંત્રીનું નામ બદલી નાખવું જોઈએ તો કદાચ તેમને મત મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેજરીવાલે રેશન કાર્ડ રદ્દ કરવાના મામલે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યાં છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મોદીજીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, તેમણે 6 કરોડ નકલી રેશન કાર્ડ પર કપાત મુકી છે. PMO દિલ્હીના ઓફિસરોને ફોન કરી જબરદસ્તીથી કાર્ડ પર કાપ મુકાવે છે. કેજરીવાલે વધુંમાં કહ્યું કે, તમે દેશ સંભાળો, દેશ સંભાળી રહ્યો નથી, દિલ્હીમાં દરમિયાનગીરી બંધ કરો અથવા પ્રધાનમંત્રી પદ છોડી દિલ્હીના મુખ્યમંત્રી બની જાઓ.
મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, રામલીલી મેદાન વગેરેના નામ બદલી અટલજીના નામે રાખવાથી મત નહી મળે. ભાજપે પ્રધાનમંત્રીનું નામ બદલી નાખવું જોઈએ. ત્યારે કદાચ તેમને મત મળશે. કારણ કે હવે તેમના નામે તો લોકો મત નથી આપી રહ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -