Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રોંહિગ્યા મુસ્લિમોનું સમર્થન કરનાર નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ
જણાવી દઈએ કે, બેનજીરે 2012માં ભાજપમાં જોડાઈ હતી અને 2016માં અસમમાં ચૂંટણી લડી હતી. ભાજપની અનેક રેલીઓમાં પણ જોડાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સરકાર સ્પષ્ટતા કરી ચુકી છે કે, તે રોહિંગ્યા મુસ્લિમોને પોતાની આતંરિક સુરક્ષા માટે ખતરો માને છે અને તેને પાછા મ્યાનમાર મોકલવામાં આવશે. ગૃહ મંત્રાલય પ્રમાણે, કાયદેસર 14 હજારથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ ભારતમાં રહે છે. જ્યારે 40 હજારથી વધુ ગેરકાયદે શરણ લઈને રહે છે.
બેનજીરે પોતાના ફેસબુક પર ઘણીવાર પોસ્ટમાં મ્યાનમાર રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. બાદમાં પાર્ટીએ તેના પર આ કાર્યવાહી કરી હતી. ગત બુધવારે પાર્ટીના સેકેટ્રરી દિલીપે તેને એક પત્ર મોકલી સૂચના આપી હતી અને ત્રણ દિવસમાં આ મુદ્દા પર સફાઈ આપવા પણ કહ્યું છે.
ભારત સરકારે આ ગેરકાયદે રહી રહેલા રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર પાછા મોકલવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે, મ્યાનમારના રખાઈન પ્રાંતમાં હિંસાના કારણે 37900થી વધુ રોહિંગ્યા મુસ્લિમ ભાગીને બાંગ્લાદેશ પહોંચ્યા છે. ત્યાં ભારતે રોહિંગ્યા મુસ્લિમો માટે બાંગ્લાદેશમાં કુલ 53 ટન રાહત સામગ્રી પણ મોકલાવી છે.
અસમ: અસમની ભાજપ નેતા બેનજીર અરફાનને રોહિંગ્યા મુસ્લિમોના સમર્થનમાં અવાજ ઉઠાવવું ભારે પડ્યું છે. તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ભાજપ નેતા બેનજીર રાજ્યમાં પાર્ટી તરફથી ટ્રિપલ તલાક વિરુદ્ધ કેમ્પેનનો ખાસ ચહેરો પણ રહી હતી. તે પોતે પણ ટ્રિપલ તલાકની ભોગ રહી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -