✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આસારામ સગીરાના જાતિય શોષણના કેસમાં દોષિત, જાણો કેટલી થઈ શકે સજા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Apr 2018 10:46 AM (IST)
1

2

જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો સિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. હવે બપોર પછી કોર્ટ આસારામની સજાની જાહેરાત કરશે. આસારામ અને શિલ્પીને દોષિત ઠેરવાયા છે. આસારામને દસ વરસની સજા થઈ શકે છે. પાંચમાંથી બે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

3

દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટ 2013માં ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા.

4

તે સાથે 225 દસ્તાવેજ જાહેર કર્યા હતા. એસસી-એસટી કોર્ટમાં 7 એપ્રિલે દલીલો પૂરી થઈ ગઈ છે અને કોર્ટ હવે 25 એપ્રિલે સજાની સુનાવણી કરશે. પોલીસની ચાર્જશીટમાં આસારામે સગીર છોકરીને સમર્પિત કરીને યૌન શોષણ કર્યો હોવાના દોષિત માનવામાં આવે છે તેવી રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ વાત માની છે.

5

પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. 22 નવેમ્બર 2016થી 11 ઓક્ટોબર 2017 સુધી બચાવ પક્ષે 31 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા.

6

આસારામ સામે દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં આઈપીસી કલમ 342, 376, 354-એ, 506, 509/34, જેજે એક્ટ 23 અને 26 અને પોક્સો એક્ટની કલમ 8 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • આસારામ સગીરાના જાતિય શોષણના કેસમાં દોષિત, જાણો કેટલી થઈ શકે સજા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.