આસારામ બળાત્કાર કેસઃ આસારામને આજીવન જેલની સજા, શરદ-શિલ્પીને 20-20 વર્ષની જેલ
જોધપુરઃ ઉત્તર પ્રદેશની સગીર છોકરીને હવસનો શિકાર બનાવીને તેનું જાતિય શોષણ કરવાના કેસમાં જોધપુરની કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. તેની સાથે શરદ અને શિલ્પીને પણ દોષી ઠેરવ્યા છે. કોર્ટના આ ચુકાદાથી ખળભળાટ મચી ગયો છે. કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. પાંચમાંથી બે આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સાથે 225 દસ્તાવેજ જાહેર કર્યા હતા. એસસી-એસટી કોર્ટમાં 7 એપ્રિલે દલીલો પૂરી થઈ ગઈ છે અને કોર્ટ હવે 25 એપ્રિલે સજાની સુનાવણી કરશે. પોલીસની ચાર્જશીટમાં આસારામે સગીર છોકરીને સમર્પિત કરીને યૌન શોષણ કર્યો હોવાના દોષિત માનવામાં આવે છે તેવી રજૂઆત કરાઈ હતી. કોર્ટે આ વાત માની છે.
પ્રોસિક્યૂશન તરફથી 44 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમિયાન પીડિતાએ 12 પેજનું નિવેદન રજૂ કર્યું હતું. 4 ઓક્ટોબર 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. 22 નવેમ્બર 2016થી 11 ઓક્ટોબર 2017 સુધી બચાવ પક્ષે 31 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા.
આસારામના સહઆરોપી શરદ અને શિલ્પીને 20-20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આસારામ સામે દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આસારામ પર ઝીરો નંબરની એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરમાં આઈપીસી કલમ 342, 376, 354-એ, 506, 509/34, જેજે એક્ટ 23 અને 26 અને પોક્સો એક્ટની કલમ 8 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટ 2013માં ઈન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. જોધપુર સેશન કોર્ટમાં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -