બળાત્કારનો આરોપી નારાયણ સાઈ યુપીમાં પક્ષ રચી ચૂંટણી લડશે, જાણો ક્યાંથી ઝુકાવશે? બગડેલા આસારામે શું કહ્યું?

મંગળવારે આસારામનો સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટની બહાર ભેગો થયા હતા. જેના કારણે તેમના સમર્થકોને દૂર કરવા માટે પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.
અહેવાલના મતે આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈના ચૂંટણી લડવાનો વિરોધ થયો હતો. કોર્ટમાં રજૂ થતા સમયે આસારામને પુછવામાં આવ્યું હતું કે તેમનો પુત્ર નારાયણ સાઈ યુપીમાં પાર્ટી બનાવી ચૂંટણી લડી રહ્યો છે તો આસારામે તે વખતે તો કંઈ પણ કહ્યું નહોતું.
પરંતુ પછી કહ્યું કે અમુક સ્વાર્થી લોકો નારાયણને ભડકાવી રહ્યા છે, પરંતુ તેને એવું કરવું જોઈએ નહીં.
ગાજિયાબાદ: રેપના આરોપમાં જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાઈ પણ હવે ચૂંટણી લડશે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો તે ગાજિયાબાદથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. જેના લીધે નારાયણની એક ટીમ સાહિબાબાદના પ્રવાસ પર છે.
પોતાના આશ્રમમાં જ સગીર યુવતી સાથે યૌન દુરાચારના આરોપમાં ફસાયેલા આસારામે મંગળવારે પોતાનું મૌન તોડતા પોતાના પુત્ર નારાયણ સાઈને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી.