આસારામ સેક્સ પાવર વધારવા માટે શક્તિવર્ધક દવા લેતો હતો, કોર્ટમાં કોણે આપ્યું હતું આ નિવેદન, જાણો વિગત
પીડિતાના પિતાનો મિત્ર એવો કૃપાલસિંહ શાહજહાંપુરમાં રહેતો હતો જેને 2015માં ગોળી મારવામાં આવી હતી. આસારામ અંગે તેણે જણાવ્યું હતું કે, શાહજહાંપુરનો આશ્રમ પીડિતાના પિતાના પૈસાથી બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃત પ્રજાપતિ આસારામનો વૈદ્ય હતો જેને 2014માં રાજકોટમાં ગોળી મારવામાં આવી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, આસારામ યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. તેમની ઐયાશીનો સાક્ષી રહ્યો છું. બળાત્કાર બાદ આસારામ કહેતો કે તે મહિલાઓનું કલ્યાણ કરી રહ્યો છે.
જ્યારે બીજો સાક્ષી એવા ઉત્તર પ્રદેશના લખનઉના રાહુલ સચાને જણાવ્યું હતું કે, આસારામે મને પી.એ. બનાવી દીધો હતો આ માટે હું નારાયણ સાંઈની બિલકુલ નજીક રહ્યો છું. કેટલીય વખત બાપ-બેટાની રંગરેલિયા જોઈ હતી. આસારામ દેશી ઈંડા ખાતો, મરઘી મગાવતો, યૌન શક્તિવર્ધક દવા લેતો હતો. કેટલીય છોકરીઓના તેણે ગર્ભપાત પણ કરાવ્યા હતા.
આસારામ અને નારાયણ સાંઈની કરતૂતોનો સાક્ષી એવા પાનીપતના રહીશ મહેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું કે, આસારામની સાધિકાઓ છોકરીઓનું બ્રેઈન વોશ કરીને સમર્પણ માટે તૈયાર કરતી હતી. એ બાદ તે છોકરીઓનું યૌનશોષણ કરતો હતો. એવો જ ઐય્યાશ નારાયણ સાંઈ પણ હતો.
પીડિતાની માતાએ નિવેદન આપ્યું હતું કે, આસારામ બીજા જ દિવસે કહેવા લાગ્યો કે છોકરીને આશ્રમ મોકલી આપો, નહીંતર તમારી દીકરી આવારા થઈ જશે અને ઘરથી ભાગી જશે. અમે જેને સંત માનતા હતા તેણે જ મારી દીકરીનું જીવન ખરાબ કરી નાખ્યું.
આસારામ અંગે પીડિતાના પિતાએ નિવેદન આપ્યું હતું કે, હું અને મારો પરિવાર આસારામને 11 વર્ષ સુધી ભગવાનની જેમ પૂજતો રહ્યો. તેણે જ મારી નાની દીકરીની સાથે શરમજનક હરકત કરી. ત્યાં કેટલીય છોકરીઓ છે. કોઈની પણ સાથે તે એવું કરી શકે છે. એ માટે આસારામને કડક સજા મળવી જોઈએ.
પીડિતાએ જણાવ્યું હતું કે, આસારામ બાપુને મારો આખો પરિવાર ગુરુ માનતો હતો. તેમની શરણમાં રહેતા હતા અને આશ્રમમાં સેવા પણ કરતો હતો. પરંતુ આસારામ શેતાન અને ખરાબ માણસ નીકળ્યો. તે બાદ બંધ ઓરડામાં દોઢ કલાક સુધી મારી સાથે જબરજસ્તી પણ કરી હતી.
અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન આસારામ પર લાગેલા આરોપો સાથે એક પછી એક રહસ્ય ખૂલતા ગયા હતા. તપાસ તેમના પુત્ર નારાયણ સાંઈ સુધી પણ પહોંચી હતી. કેટલાય મહિનાની સંતાકૂકડી બાદ નારાયણ સાંઈની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
2013 ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની રહીશ 16 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, આસારામે જોધપુર આશ્રમમાં તેનું યૌનશોષણ કર્યું છે. બે દિવસ બાદ જ છોકરીના પિતાએ દિલ્હીની કમલા માર્કેટ પોલીસ સ્ટેશન જઈ આસારામની વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. પોલીસે આસારામની વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 342, 506 અને પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કરાયો હતો. પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ કેસ રાજસ્થાન પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જોધપુર: 16 વર્ષની સગીરા પર બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા જાતે બની બેઠેલા ગોડમેન આસારામ બાપુના કેસ પર જોધપુરની કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. બળાત્કાર કેસમાં નાસતા ફરતાં આસારામ ઇન્દોરમાં જ્યારે પ્રવચન આપવા પહોંચ્યા હતાં ત્યારે ભારે ધમાલ વચ્ચે 1 સપ્ટેમ્બર 2013ના દિવસે આસારામની પોલીસે ધરપકડ કરી હતી અને તેમને જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે પીડિતા, પીડિતાના પિતા સહિત અનેક સાક્ષીઓએ નિવેદન આપ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -