મહાન ગાયિકા આશા ભોંસલેએ 95 વર્ષનાં કચ્છી-ગુજરાતી દાદીની ઈચ્છા કઈ રીતે પૂરી કરી?
અનાજના વેપારી હોવા છતાં સંગીતના જીવ એવા ભાવેશ ભાનુશાલીએ જણાવ્યું કે કચ્છમાં પૂજનીય ગોભક્ત, પરોપકારી સંત ઓધવરામજી બાપાનું ભજન આશાજી ગાય એવી મારાં 95 વરસનાં દાદીની અદમ્ય ઇચ્છા હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણ કચ્છી ગીત માટે પહેલીવાર ભાવેશ ભાનુશાલીએ સંપર્ક કર્યો. પહેલીવાર ગાતા હોઇએ એટલે થોડી તકલીફ થાય પણ ભાષા જેટલી મીઠડી છે એટલા જ એના શબ્દો હૃદયસ્પર્શી છે.
મને ભજન એટલું પસંદ પડયું હતું કે નાદુરસ્ત તબિયત છતાં રેકોડિંગ માટે ના ન કહી શકી. બીજું, મારી આટલા વરસોની કારકિર્દીમાં મેં પહેલી વાર કચ્છી ભાષામાં ગાયું છે. ગુજરાતીમાં તો ઘણાં ગીતો ગાયાં છે.
કચ્છઃ ગુજરાતી સહિત દેશની તમામ ભાષામાં ગીતો ગાઈ ચૂકેલાં આશા ભોસલેએ ગુજરાતના જ ખમીરવંતા પ્રદેશ કચ્છના સંત ઓધવરામજી બાપાનું એક ભજન ગાયું છે. કચ્છી ભાષામાં પહેલીવાર ગીત રેકોર્ડ કરાવ્યા બાદ આશા ભોસલેએ કહ્યું કે, હું લંડન-દુબઈની ટૂર પતાવી સીધી રેકોડિંગ સ્ટુડિયોમાં આવી છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -