એશિયા કપ: પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો ક્યારે અને કઈ ચેનલ પર થશે લાઇવ પ્રસારણ
પાકિસ્તાનને ત્રણ દિવસ પહેલા ગ્રુપની મેચમા ભારતે આઠ વિકેટથી હરાવ્યું હતું. જ્યારે આજે ફરી એક વાર પાકિસ્તાને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવવા માટે મેદાનમાં ઉતરશે. લાંબા સમય બાદ વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ બાંગ્લદેશ સામે શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. જાડેજા વધુ સારા પ્રદર્શન માટે આતુર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન ટીમ: ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, શાહ મસૂદ, શોએબ મલિક, સરફરાઝ અહમેદ(કેપ્ટન), આસિફ અલી, શાદાબ ખાન, ફાહીમ અસરફ, મોહમ્મદ અમીર, હસન અલી, ઉસ્માન ખાન, હારિસ સોહેલ, શાહીન આફ્રિદી
આજે હારનારી ટીમ જો ફાઈનલમાં જગ્યા બનાવવા માંગશે તો તેને સુપર-4નો છેલ્લો મુકાબલો કોઈ પણ કાળે જીતવો જ પડશે.ભારતીય જો આ મેચમાં પાકિસ્તાનને હરાવી દે છે તો 10મી વખત એશિયા કપના ફાઈનલમાં જગ્યા બનાવશે. છેલ્લી નવ ફાઈનલમાં ભારતને 6માં જીત અને ત્રણમાં હાર મળી છે. છેલ્લાં ભારત 2016માં (ટી-20 ફોર્મેટ)માં એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું.
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયૂડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ,
ભારત અને પાકિસ્તાનની આ મેચ દુબઈમાં સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. મેચની ઈંગ્લિશ કોમેન્ટ્રી Star Sports 1 અને Star Sports 1 HD પરથી પ્રસારિત થશે. જ્યારે Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. હોટસ્ટાર પરથી મેચનું લાઇવ સ્ટ્રીમિંગ નીહાળી શકાશે.
દુબઈ: એશિયા કપમાં એકવાર ફરી આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો થવા જઈ રહ્યો છે. પોતાની ત્રણેય મેચોમાં જીત મેળવ્યા બાદ ભારત ફાનઈલમાં જગ્યા બનાવવા મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાનની ટીમે સુપર ફોરમાં પોતાના પ્રથમ મુકાબલો જીતી ચુકી છે. ભારતે બાંગ્લાદેશને સાત વિકેટેથી હરાવ્યું ત્યાં પાકિસ્તાને અફગાનિસ્તાનને ત્રણ વિકેટથી જીત હાંસલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -