લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, વધુ એક પક્ષે છેડો ફાડ્યો, જાણો વિગત
નવી દિલ્હી: 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ભાજપનાં સાથી પક્ષ આસામ ગણ પરિષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આસામમાં ચાલી રહેલા સિટીઝનશીપ બિલ મામલે આસામ ગણ પરીષદે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆસામનાં પૂર્વ મુખ્યમંત્રી પ્રફુલ્લા મહંતાએ કહ્યું કે, તેમની પાર્ટી ભાજપ સાથે કેટલા મહત્વનાં મુદ્દાઓ પર મતભેદનાં કારણે છેડો ફાડે છે. અમે ભાજપ સાથે આસામ અકોર્ડ મામલે સમજણ સાથે ગઠબંધન કર્યુ હતુ. પણ નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં સિટીઝનશીપ બીલ 2016 રજૂ કરીને અમારી સાથે થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે.
આસામ ગણ પરીષદનાં પ્રમુખે આ પહેલા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આ અંગે પત્ર લખીને જાણ કરી હતી અને તેમના મતભેદ વિશે વાત કરી હતી. આસામમાં 126 બેઠકોમાં ભાજપ અને તેના સાથી પક્ષો પાસે 86 બેઠકો છે. જેમાં 60 બેઠકો ભાજપ પાસે છે. 14 બેઠકો આસામ ગણ પરીષદ પાસે છે. આસામ ગણ પરીષદે છેડો ફાડવાથી આસામમાં ભાજપની સરકારને કોઇ ખતરો ઉભો થતો નથી. પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે આસામનાં કેટલા ભાગોમાં તેની અસર જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -