મધ્ય પ્રદેશનાં તમામ પરિણામ જાહેર, કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીમાં કેટલી બેઠકો માટે પનો ટૂંકો પડ્યો? જાણો વિગત
કોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. 4 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા છે. સપાએ પહેલાં જ કોંગ્રેસને ટેકો આપી દીધો છે તેથી કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધીને 115 થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. સ્પષ્ટ બહુમતી માટે 116 બેઠકો જોઈએ. કોંગ્રેસનો પનો 2 બેઠકો માટે ટૂંકો પડી ગયો છે જ્યારે ભાજપને તો સ્પષ્ટ બહુમતી માટે 7 બેઠકો જોઈએ.
રાષ્ટ્રીય ચૂંટણી પંચે બુધવારે વહેલી સવારે મધ્ય પ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકોનાં પરિણામ જાહેર કર્યાં છે. આ પરિણામોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી નથી મળી અને તેનો પનો 2 બેઠકો માટે ટૂંકો પડી ગયો છે.
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે રસપ્રદ જંગ મધ્ય પ્રદેશનો રહ્યો. મંગળવારે સવારે શરૂ થયેલી મતગણતરી મોડી રાત સુધી ચાલી. એ પછી બાકીની પ્રક્રિયા પૂરી કરતાં બુધવારની સવાર થઈ ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -