‘એક વર્ષ’ના થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રથમ બર્થડે પર મળી શકે છે ગિફ્ટ
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી એક વર્ષ પહેલા આજના દિવસે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. અધ્યક્ષ તરીકે તેમને એક વર્ષ થવાના દિવસે જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ ખુશખબર લઈને આવ્યા છે. વલણ અનુસાર કોંગ્રેસ પાંચમાંથી ત્રણ રાજ્યોમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં છે. એવામાં કોંગ્રેસ આ વખતે સત્તામાં વાપસી કરી રહી છે. જ્યારે રાજસ્થાનમાં વસુંધરા રાજેની વિદાઈ થતી જોવા મળી રહી છે. આ રીતે ત્રણ રાજ્યોમાં ભાજપે કારમી હારનો સામનો કરવો પડી શકે છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીના સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીને પ્રથમ બર્થડે પર મોટી ગિફ્ટ મળી શકે છે.
કોંગ્રેસના 60માં અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી 11 ડિસેમ્બર, 2017ના ચૂંટાઈ આવ્યા હતા. જોકે તેમના અધ્યક્ષ બનવાની સત્તાવાર જાહેરાત 16 ડિસેમ્બર, 2017ના રોજ થઈ હતી. તે ગાંધી નહેરુ પરિવારના છઠ્ઠા અને આઝાદી બાદથી પક્ષના 17મા અધ્યક્ષ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -