ભાજપના ‘ચાણક્ય’ અમિત શાહને મળ્યો ચોથો ઝટકો, કોગ્રેસ મુક્ત ભારતનું સપનું થયું ચકનાચૂર
રાજસ્થાન અને છત્તીસગઢમાં રાજસ્થાનની સરકાર જોવા મળી રહી છે. છત્તીસગઢમાં રમણસિંહ સરકારનો વિજયરથ રોકીને કોગ્રેસે ભાજપના સૂપડાં સાફ કરી દીધા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોગ્રેસ સરકાર બનાવે તેવી સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભા ચૂંટણી 2015માં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે દિલ્હીમાં સત્તા પર વાપસી કરી હતી. 2015 દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આપના પક્ષમાં આવ્યા અને અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોગ્રેસની સાથે બીજેપીને પણ હાર આપી હતી. 70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપએ 67 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ભાજપને ફક્ત ત્રણ બેઠકો મળી હતી. અહીં કોગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહોતી.
2015 વિધાનસભા ચૂંટણીમાં બિહારની 243 બેઠકોમાંથી લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બની હતી. આરજેડીએ 80 બેઠકો જીતી હતી. જેડીયૂએ 71 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે 53 બેઠકો જીતી હતી. તે ચૂંટણીમાં જેડીયૂ, આરજેડી, તથા કોગ્રેસે ગઠબંધન કરી સરકાર બનાવી હતી. કોગ્રેસને ત્યારે 27 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં અમિત શાહને રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રિશંકુ વિધાનસભા આવતા કોઇ પક્ષની સરકાર બની નહોતી. કોગ્રેસે એવા સમયે દાવ ખેલ્યો હતો અને યેદિયુરપ્પાએ ખુરશી પરથી ઉતરવું પડ્યું હતું. બાદમાં કોગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર બની હતી. ભાજપે અહી 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પરંતુ તે બહુમતીના આંકડાથી આઠ બેઠક પાછળ હતી. કોગ્રેસને 78 બેઠકો પર જીત મળી હતી. જ્યારે જેડીએસને 37 બેઠકો પર જીત મેળવવામાં સફળતા મળી હતી. બાદમાં કોગ્રેસે જેડીએસને સમર્થન આપીને ભાજપને સત્તાથી દૂર રાખી હતી. એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. આ રીતે અમિત શાહની રણનીતિ અહીં પણ ફેઇલ રહી હતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોગ્રેસને મળેલી જીત એકવાર ફરી ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહની રણનીતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે, આ પ્રથમવાર નથી જ્યારે અમિત શાહની રણનીતિ અસફળ રહી હોય. અગાઉ ત્રણ વખત અમિત શાહની રણનીતિ નિષ્ફળ રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો અગાઉ ત્રણ રાજ્યો કર્ણાટક, દિલ્હી અને બિહારમાં અમિત શાહની રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -