કેજરીવાલને ઝટકો, ચાર રાજ્યોમાં AAPને NOTAથી પણ ઓછા વૉટ મળ્યા, ડિપોઝીટ પણ થઇ જપ્ત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAAPને નોટાથી પણ ઓછા મત મળ્યા છે, એટલે નોટાનો વૉટ શેર વધુ રહ્યો છે. જેમાં છત્તીસગઢ 85 ઉમેદવાર 0.9 (કુલ મત 78208) નોટા- 2.1 (1.92 લાખ મત), મધ્યપ્રદેશ 208 ઉમેદવાર 0.7 (કુલ મત 1,96,08) નોટા- 1.5 (4.2 લાખ), રાજસ્થાન 142 ઉમેદવાર 0.4 (કુલ મત 1,26,909) નોટા- 1.3 (4.45 લાખ) રહ્યો હતો.
AAPએ રાજસ્થાનમાં 142 બેઠકો પર, મધ્યપ્રદેશમાં 208 અને છત્તીસગઢમાં 85 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીના દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે આ રાજ્યોમાં ખુબ મહેનત કરી હતી પણ પરિણામ શૂન્ય આવ્યુ હતું.
એક રિપોર્ટ અનુસાર AAPએ ત્રણ રાજ્યોમાં ચૂંટણી લડી હતી, જ્યાં કેજરીવાલના ઉમેદવારોને નોટાથી પણ ઓછા મત મળ્યા હતા. જોકે, આ મામલે આપે કહ્યું કે, આ હારજીત માટે નહીં પણ સંગઠન વિસ્તારવા માટે ચૂંટણી લડાઇ હતી.
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઇકાલે જાહેર થઇ ગયા દરેક જગ્યાએ કોંગ્રેસ મોટી પાર્ટી બનીને ઉભરી છે જ્યારે બીજેપીને મોટો ફટકો પડ્યો છે. જોકે આ બધાની વચ્ચે ચોંકાવનારા સમાચાર એ છે કે આપે ચારેય રાજ્યોમાં પોતાની ડિપોઝીટ પણ ગુમાવી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -