સેલ્ફી પૉઇન્ટ બન્યુ અટલનું અસ્થિ કળશ સ્થળ, PM મોદીના જતાં જ મંચ પર ચઢ્યા કાર્યકર્તા
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પ્રત્યે લોકોનું સન્માન એટલી હદે છે કે ભારતીય જનતા પાર્ટી જુની ઓફિસ એટલે 11 અશોક રોડ પર રાખવામાં આવેલા પ્રૉગ્રામમાં કાર્યકર્તા વાજપેયીના ફોટાની સાથે સેલ્ફી લેવા લાગ્યા. પ્રૉગ્રામ પુરો થયા બાદ કાર્યકર્તા મંચ પર ચઢી ગયા અને ફોટાની સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતા અને જમાઇ રંજન ભટ્ટાચાર્ય અને ભત્રીજો અનુ મિશ્રા હાજર રહ્યાં હતા.
આ પ્રસંગ વડાપ્રધાન મોદી જેવા મંચ પરથી નીચે ઉતર્યા તો પાર્ટી કાર્યકર્તા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર સાથે સેલ્ફી લેવા લાંગ્યા હતા.
બધા પ્રદેશ અધ્યક્ષ પોત પોતાના રાજ્યોમાં અસ્થિ કળશ લઇને જશે, ત્યારબાદ આખા રાજ્યમાં અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. રાજધાનીથી લઇને તાલુક સુધી અટલ કળશ યાત્રા અને શોકસભાનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બીજેપીની જુની ઓફિસમાં પાર્ટી તરફથી એક પ્રૉગ્રામ રાખવામાં આવ્યો હતો. આમાં દેશભરના BJP સ્ટેટ પ્રેસિડેન્ટને બોલાવવામાં આવ્યા હતા અને તેમને અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ સોંપવામાં આવ્યા. પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે તેમને અસ્થિ કળશ સોંપ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -