ગુજરાત રમખાણોને લઈ વાજપેયીએ સંસદમાં કહી હતી આ વાત ને વિપક્ષની થઈ ગઈ હતી બોલતી બંધ, જાણો વિગત
આટલું કહીને અટલજીએ વિપક્ષના સભ્યનો સવાલ કર્યો કે- તમે બધા જણાવો કે શું આવું થઈ રહ્યું નથી ? અચાનક થયેલા સવાલથી વિપક્ષ ગભરાઇ ગયો અને કંઈ બોલી ન શક્યો. આ રીતે અટલજીએ વિપક્ષના સવાલનો જવાબ પણ આપી દીધો અને ખુદ વિપક્ષને પણ બોલતા બંધ કરી દીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બગડેલા વિદ્યાર્થીના રિપોર્ટ્સના આધારે મારા વિપક્ષી સાથી તેના મિત્રો બનીને આ રિપોર્ટને સાચા માની લે છે. મને લાગે છે કે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું ગુજરાતના આ કાંડમાં મીડિયાની જે ભૂમિકા રહી છે તે કોઈ કાંડથી ઓછી નથી. જે કિસ્સા ટીવી પર દર્શાવાયા તેમાં સત્ય ઓછું અને કહાની વધારે છે. તમે બધા જાણો છો કે કોઈ કહાની સાંભળે તે માટે તેને રોચક બનાવવી જરૂરી હોય છે. મીડિયા આવું જ કરી રહ્યું છે.
લાંબા સમય સુધી અટલજી ધીરજ પૂર્વક સાંભળતા રહ્યા અને બાદમાં તેમની જાણીતી શૈલામાં ઉભા થઈને કહ્યું- આ સારી વાત નથી. તમે પૂરું હોમવર્ક કર્યા વગર અહીંયા મારી પરીક્ષા લેવા આવી ગયા છો. તમારે એક સારા વિદ્યાર્થીની જેમ હોમવર્ક કરવું જોઈએ. જ્યાં સુધી મીડિયાની વાત છે ત્યાં સુધી મને ક્યારેક ક્યારેક તે બગડેલા વિદ્યાર્થી લાગે છે. જે હોમવર્ક કરવા જ નથી માંગતા. તેઓ વાસ્તવિકતાને સમજવા માટે કે કોઈ ઘટનાના દરેક પક્ષને તટસ્થ નજરથી જોવાના બદલે પોતાની રીતે મરી મસાલા ભેળવી વાતને રજૂ કરે છે.
આ ઘટના બાદ સંસદ સત્રમાં વિપક્ષે અટલને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષે વાજપેયીને તેઓ ગુજરાત દંગાના સમર્થનમાં છે કે વિરોધમાં ? તે અંગે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કેટલાંક વિપક્ષી અને વામપંથીઓ સભ્યોએ મીડિયામાં આવેલા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરી તેમના પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તમે ગુજરાત રમખાણ અંગે ગોવામાં કંઈક કહ્યું અને ગુજરાતમાં બીજું કંઈક કહ્યું. આ રીતે તમે જૂઠ્ઠુ બોલી રહ્યા છો.
મીડિયામાં આવેલા અહેવાલના આધારે વિપક્ષે અટલજી પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમણે દિલચસ્પ અંદાજમાં વિપક્ષની સાથે સાથે મીડિયાને પણ સલાહ દઈ દીધી. તેઓ તેમની વાત પણ કહી ગયા અને કોઈ નારાજ પણ ન થયું. 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને એસ6 કોચમાં અયોધ્યથી પરત ફરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના પ્રત્યાઘાત રૂપે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જનસભામાં બોલતા હોય કે સંસદમાં, બંને જગ્યા પર તેમની જબરદસ્ત ભાષણ શૈલીના કારણે દરેકનું મન મોહી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ કોઈ વાતથી નારાજ થઈ જતા ત્યારે કડક શબ્દોમાં શીખામણ આપતા હતા. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ વખતે થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -