✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વાજપેયીએ ઈન્દિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવેલાં? વાજપેયીએ શું આપેલો જવાબ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2018 11:47 AM (IST)
1

ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મેં ક્યારેય ઇન્દિરા ગાંધીને દુર્ગા કહ્યા નથી. મીડિયામાં એ વાત પણ મેં કીધી કે મેં દુર્ગા નથી કહ્યું પરંતુ તેમ છતાં તેઓ એવું જ માને છે અને કહ્યું કે ના તમે કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું કે, મેં ઇન્દિરાને દુર્ગા નથી કહ્યાં એવું કહેવા છતાં પણ મીડિયાએ એ છાપી દીધું કે મેં દુર્ગા કહ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી પર પુસ્તક લખનાર એક લેખીકા જેકરે પણ મને આ સવાલ પૂછ્યો હતો.

2

નવી દિલ્હીઃ પોતાના શાનદાર વ્યક્તિવથી લોકોના દિલોમાં છાપ છોડનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ કેટલાક એવા કિસ્સા છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. આવા કિસ્સામાંથી એક કિસ્સો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ છે. તેમાં કહેવાય છે કે, તેમણે દેશના પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને દુર્ગા કહીને સંબોધિત કર્યા હતા. જોકે એક ઇન્ટરવ્યૂમાં તેમણએ આ વાત ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, મેં ઇન્દિરા ગાંધીને દુર્ગા નથી કહ્યા.

3

પરંતુ મેં તેને પણ કહ્યું કે, મેં એવું કંઈ જ કહ્યું નથી. ત્યાર બાદ તેણે અનેક લાઈબ્રેરી અને અન્ય જગ્યાએ આ તથ્યની શોધખોળ કરી પરંતુ તેને કંઈ મળ્યું નહીં. ઇન્દિરા ગાંધીને દુર્ગા કહેવાનો કિસ્સો જ નહીં પરંતુ તેમના જીવન સાથે જોડાયેલ અન્ય કિસ્સા પણ લોકો આજે પણ યાદ કરે છે. સાથે જ તેમની સ્પીચ અને ભાષણથી લોકો આજે પણ પ્રભાવિત થાય છે. તેમની લખેલી કવિતાઓ આજે પણ લોકોને મોઢે યાદ રહે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • વાજપેયીએ ઈન્દિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવેલાં? વાજપેયીએ શું આપેલો જવાબ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.