PM મોદી સહિતના નેતાઓએ ટ્વિટ કરી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, ભારતે આજે એક મહાન પૂત્રને ગુમાવ્યો, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી હજારો લોકો પ્રેમ અને આદર કરતા હતા. અને તેમને યાદ કરીશું
પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે, ‘તેમની પ્રેરણા, તેમનું માર્ગદર્શન, તમામ ભારતીયોને અને તમામ ભાજપા કાર્યકર્તાઓને હંમેશા મળતું રહેશે, ભગવાન તેઓની આત્માને શાંતિ અર્પે અને તેમના સ્નેહીઓને દુખ સહન કરવાની શક્તિ આપે.’
અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નહોતો થયો. અને અંતિ શ્વાસ દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં લીધા.
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએનું 93 વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. જેને લઈને દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી સહિત દિગ્ગજ નેતાઓએ ટ્ટીટ કરી દુખ વ્યક્ત કર્યું. અને શ્રદ્ધાંજલિ આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -