બધા એટીએમમાંથી નહીં મળે 2500 રૂપિયા, ક્યા એટીએમમાંથી મળશે આ રકમ
સરકાર ગામડાઓ અને શહેરોમાં કેશ વધુમાં પહોંચે તેવી વ્યવસ્થા વધુ યોગ્ય બનાવશે. એટલુ જ નહી દાસે કહ્યું કે, દેશમાં માઇક્રો એટીએમ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃહાલમાં ચલણી નોટોની અછતને લઇને દેશના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકોને પડતી મુશ્કેલીઓને લઇને વડાપ્રધાન મોદીએ ગઇકાલે રાત્રે બેઠક યોજી હતી. જેને લઇને આજે ઇકોનોમિક અફેયર્સ એડવાઇઝર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે લોકોને રાહત આપતા જણાવ્યુ હતું કે, લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને સરકારે પૈસા ઉપાડવા અને એક્સચેન્જ કરવાની મર્યાદા વધારી દીધી છે. હવે એટીએમમાંથી 2000ના બદલે 2500 રૂપિયા વધારી શકાશે. એટલું જ નહીં 4000 રૂપિયાને બદલે 4500 રૂપિયા એક્સચેન્જ કરી શકાશે.
જોકે, વધુમાં શક્તિકાંત દાસે જણાવ્યુ હતું કે, હાલમાં તમામ એટીએમમાં આ પ્રકારની સુવિધા મળશે નહીં પરંતુ રેક્રેલિબ્રેટેડ એટીએમમાંથી 2500 રૂપિયા કાઢી શકાશે. આ માઇક્રો એટીએમમાં નવી 500 નોટ પણ મળશે. દાસે કહ્યું કે રિઝર્વ બેન્ક પાસે કેશની અછત નથી.