અહીં ATMમાંથી ખેડૂતને મળી 2000 રૂપિયાની નકલી નોટ, કરી પોલીસ ફરિયાદ
પટણા: નોટબંધી બાદથી દેશના અનેક ભાગમાં ગેરકાયદેસર રાખવામાં આવેલ નવી કરન્સી નોટ જપ્ત કરવામાં આવી છે. આ જપ્ત કરવામાં આવેલ નોટમાંથી કેટલીક નોટ નકલી પણ હોવાની વાત સામે આવી છે. હાલમાં જ 2000 રૂપિયાની નકલી નોટનો એક કિસ્સો બિહારના પટણામાં સામે આવ્યો છે. આ 2000 રૂપિયાની નકલી નોટ કોઈ વ્યક્તિ પાસેથી નહીં પરંતુ સ્ટેટ બેંકના એટીએમમાંથી મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં હાલ રખાયેલી નોટોને પ્રાઈવેટ કંપનીના અધિકારીઓની હાજરીમાં બેંક અધિકારીઓ દ્વારા તપાસવામાં આવશે. હાલ એટીએમને પણ સીલ કરી દેવાયું છે. જોકે, એટીએમમાંથી નકલી નોટ નીકળવાની શકયતા તેમણે નકારી દીધી હતી. સૂત્રોનું માનીએ તો, ૬ ડિસેમ્બરના રોજ આ એટીએમમાં ૧૪ લાખ રુપિયાના મૂલ્યની ૨૦૦૦ રુપિયાની નોટો નખાઈ હતી.
બિહારમાં બનેલી એક ઘટનામાં એક ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને એટીએમમાંથી ૨૦૦૦ રુપિયાની નકલી નોટ મળી છે. જોકે, બેંકનું કહેવું છે કે, એવી પૂરી શકયતા છે કે આ ખેડૂતને કોઈ નકલી નોટ પકડાવી ગયું હોય.
સિતામઠી જિલ્લાના લાગમા ગામે રહેતા પંકજ કુમાર નામના ખેડૂતે દુમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેને સિમરા ગામમાં આવેલી એસબીઆઈની બ્રાંચના એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા અને તેમાંથી જ આ ૨૦૦૦ની નોટ નીકળી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, અસલી નોટની ઝેરોક્ષ કરીને તેને પોલીશ કરી દેવાઈ હોય તેવી આ નોટ લાગી રહી છે. જોકે, પંકજને આ નોટ નકલી હોવાની ત્યારે ખબર પડી હતી કે જયારે તેણે આ નોટને એક દુકાનદારને આપી, જેણે તે નકલી હોવાનું જણાવ્યું હતું.
પંકજ કુમારે આ મામલે બેંક સામે ફરિયાદ દાખલ કરાવી છે. દુમરા પોલીસ સ્ટેશનના SHO વિજય બહાદુર સિંહના જણાવ્યા અનુસાર, આ અંગે હાલ તપાસ ચાલી રહી છે. એસબીઆઈની સિતામઢી બ્રાંચના ચીફ મેનેજર સુધાંશુ રાવ કુમારના જણાવ્યા અનુસાર, પંકજને જે એટીએમમાંથી આ નોટ મળી હોવાની ફરિયાદ છે તે એટીએમમાં પૈસા લોડ કરવાનું કામ પ્રાઈવેટ ફર્મને અપાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -