અહીં ATMમાંથી 100 રૂપિયા ઉપાડ્યા, પણ નીકળી 500-200ની નોટ
તપાસ પૂર્ણ થયા બાદ પૈસા ઉપાડનારાઓ પાસેથી રિકવરી કરવામાં આવશે. શરૂઆતી તપાસમાં એટીએમમાંથી 25 હજારથી વધુ રૂપિયા ઉપડ્યા હોવાની વાત સામે આવી છે. જ્યારે ચોક્કસ કેટલી રકમ ઉપડી છે તે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે.
આ પૂરા પ્રકરણમાં બ્રાન્ચ મેનેજર સંકટા પ્રસાદ મિશ્રે જણાવ્યું કે, શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, એટીએમની કેસેટમાં ગડબડ થઈ છે. 100ને બદલે 500 અને 2000 હજારની નોટો પડી ગઈ છે. એટીએમમાં પૈસા નાખનારાની ભૂલને કારણે આવું થયું છે. અત્યારે, ATMમાંથી કેટલા રૂપિયા ઉપડ્યાં છે તેની તપાસ થઈ રહી છે.
આ પૂરા પ્રકરણની જાણકારી બેંકના બ્રાન્ચ મેનેજરને મળતાની સાથે જ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ. બ્રાન્ચ મેનેજરે તાત્કાલિક ATMમાં પહોંચીને તેને બંધ કરી દીધું અને તપાસ શરૂ કરી. જણાવવામાં આવી રહ્યું છે કે, બપોરે આશરે બે વાગ્યે પીએનબીમાં પૈસા ઉપાડવા ગયેલા લોકો ત્યારે દંગ રહી ગયા જ્યારે ઓછા પૈસા ઉપાડવા છતા મશીનમાંથી 500 અને 2 હજારની નોટો નીકળવા લાગી.
બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારમાં એક એટીએમમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. પંજાબ નેશનલ બેંકના આ એટીએમમાંથી 100 રૂપિયાની નોટ કાઢવા પર 500 અને 200 રૂપિયાની નોટ કાઢવા પર 2000 રૂપિયાની નોટ નીકળી રહી છે. એટલે કે જે લોકો પણ 500 રૂપિયાથી ઓછી રકમની નોટ કાઢે છે તેને 500 અને 2000 રૂપિયાની નોટ મળી રહીછે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોની ભીડ લાગી ગઈ.