RBIએ આપી નવા વર્ષની ગિફ્ટઃ જાણો હવે ATMમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાશે
આરબીઆઈએ એક નિવેદનમાં શુક્રવારે કહ્યું હતું કે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ હવે એટીએમમાંથી ઉપાડની મર્યાદા ૧ જાન્યુઆરીથી પ્રત્યેક કાર્ડ દીઠ રૂપિયા ૪૫૦૦ રહેશે. સાપ્તાહિક વિડ્રોવલની મર્યાદામાં કોઈ ફેરફાર કરાયો નથી. આ ૪૫૦૦ રૂપિયા ૫૦૦ની નોટમાં જ મળશે.
નવી દિલ્હઃ ચલણમાંથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરાવવાની 50 દિવસની સમય મર્યાદા પૂરી થયાના અંતિમ દિવસ એટલે કે 30 ડિસેમ્બરે સરકારે મોડી રાત્રે રોકડની અછતનો સામનો કરી રહેલ લોકોને રાહતના સમાચાર આપ્યા છે.
રિઝર્વ બેન્કે ૧ જાન્યુઆરીથી (શનિવારે મધરાતથી) મોટી રાહત આપી દીધી છે. હવેથી એટીએમમાંથી રોજની ઉપાડની મર્યાદા રૂપિયા ૨૫૦૦ રૂપિયાથી વધારીને રૂપિયા૪૫૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે.
જોકે આરબીઆઈએ એક સપ્તાહમાં મહત્તમ રૂપિયા૨૪,૦૦૦ રૂપિયા ઉપાડવાની મર્યાદા યથાવત રાખી છે. વળી, રૂપિયા ૪૫૦૦ રૂપિયા ઉપાડવા હશે તો તે રૂપિયા ૫૦૦ રૂપિયાની નોટમાં જ ઉપાડવાના રહેશે.