✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સિદ્ધુ કોમેડી શોમાં કામ કરી શકશે કે નહિ? જાણો શું લીધો પંજાબ સરકારે નિર્ણય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Mar 2017 11:50 AM (IST)
સિદ્ધુ કોમેડી શોમાં કામ કરી શકશે કે નહિ? જાણો શું લીધો પંજાબ સરકારે નિર્ણય
1

એટર્ની જનરલના કહેવા પ્રમાણે, પ્રધાન બન્યા બાદ અન્ય કામ કરવું અનૈતિક છે. પ્રધાન બન્યા બાદ તમારે લોકોના કામ પર ધ્યાન આપવું જોઈએ પણ તેના બદલે ટીવીમાં કામ કરશો તો ખોટું ઉદાહરણ બેસશે. પૂર્વ ક્રિકેટર અને નેતા સિદ્ધુએ પહેલા પણ 'ધ કપિલ શર્મા શો'માં કામ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ શૂટિંગ માટે દર શનિવારે મુંબઈ જશે તથા રવિવારે પંજાબ આવી જશે.

2

ચંદીગઢ : પંજાબમાં પ્રધાન બન્યા બાદ પણ નવજોતસિંહ સિધ્ધુ કપિલ શર્માના શોમાં કામ કરી શકશે કે નહીં એ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે એડવોકેટ જનરલે સિદ્ધુને કામ કરવા માટે લીલી ઝંડી બતાવી છે. ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આ મામલે પંજાબના એડવોકેટ્ જનરલનો અભિપ્રાય માગ્યો હતો. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, કોઈ ધારાસભ્ય કે સાંસદ, પ્રધાન બન્યા બીજું કામ કરે તે કાયદાકીય દ્રષ્ટીએ ભલે યોગ્ય હોય, પરંતુ નૈતિક રીતે અયોગ્ય છે. તેમણે દાવો કર્યો કે આ રીતે કામ કરવું આદર્શ આચારની વિરૂદ્ધ છે.

3

તેમણે કહ્યું કે, સાંજે છ વાગ્યા પછી કે વીકએન્ડમાં હું શું કરું છું, તેની સાથે કોઈને મતલબ નથી. આ રીતે ટીવી શોમાં કામ કરીને હું પરિવારનું આર્થિક ગુજરાન ચલાવું છું. જો કે, કેટલાકના કહેવા પ્રમાણે, આ વાત ધારાસભ્ય કે સાંસદ પર લાગુ પડે છે, પરંતુ પ્રધાન પર નહીં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યના એડ્વોકેટ જનરલ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. અમરિન્દરસિંહે કહ્યું હતું કે, વિભાગ બદલવાથી નવજોત કપિલ શર્માના શોમાં કામ કરી શકતા હોય તો તેમનો વિભાગ બદલી અપાશે. હાલમાં સિદ્ધુ પાસે સાંસ્કૃત્તિક, આર્કાઈવ તથા મ્યુઝિમનું ખાતું છે.રવિશંકર પ્રસાદ અને બાબુલ સુપ્રિયોએ મોદી સરકારમાં પ્રધાનપદ મળ્યા બાદ, તેમના અન્ય વ્યવસાય બંઘ કરી દીધા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સિદ્ધુ કોમેડી શોમાં કામ કરી શકશે કે નહિ? જાણો શું લીધો પંજાબ સરકારે નિર્ણય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.