રામ મંદિર મામલે 5 જજોની બેંચ 10 જાન્યુઆરીથી કરશે સુનાવણી, જાણો વિગત
નવી દિલ્હી: અયોધ્ય રામ મંદિર મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચ બનાવવામાં આવી છે. ગોગોઈ સિવાય બેન્ચમાં જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ યૂ યૂ લલિત, જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ વાઇ વી ચંદ્રચૂડ સામેલ છે. રામ મંદિર પર 10 જાન્યુઆરીથી સુનાવણી શરૂ થશે. આ મામલે તપાસ સંવિધાનિક બેન્ચમાં થશે. કૉર્ટે ત્રીજી જાન્યુઆરીએ અયોધ્યામાં વિવાદિત જમીનના માલિકીના હક સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા નવી બેન્ચનું ગઠન કરવા કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિન્દુ મહાસભાના વકીલનું કહેવું છે કે અમે 10 જાન્યુઆરીએ આમ મામલે સુનાવણી કરનારી બેન્ચ સમક્ષ પોતાનો પક્ષ રાખશું અને આ મામલે દરરોજ સુનાવણીની અપીલ કરીશું. તેમણે જણાવ્યું કે આ મામલે બન્ને તરફથી પોત-પોતાનો પક્ષ રાખી ચુકી છે. દસ્તાવેજોનું આદાન-પ્રદાન થઈ ચુક્યું છે. હિંદુ મહાસભાના વકીલે જણાવ્યું કે અલાહબાદ હાઇકોર્ટે 90 દિવસોમાં દરરોજ સુનાવણી કરી અયોધ્યા મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટને અપીલ છે કે જો આ મામલે બન્ને પક્ષ સહયોગ કરે તો 60 દિવસોની અંદર ચૂકાદો આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -