અયોધ્યામાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક સાથે પ્રગટાવ્યા 3 લાખથી વધુ દીવા
અયોધ્યા: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આ વર્ષે દિવાળી ખૂબજ વિશેષ રહી. દિવાળીની પૂર્વ સંધ્યાએ મંગળવાર સરયૂ નદી કિનારે દીપોસ્તવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક સાથે 3 લાખથી વધુ દીવા પ્રગટાવી અયોધ્યાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ થઈ ગયું છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડના આધિકારિક નિર્ણાયક રિષિ નાથે ઘાટ પર રેકોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી.
અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દક્ષિણ કરિયાના ફર્સ્ટ લેડી કિમ જૂંગ સૂક ઉપસ્થિતમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
રિષિએ જણાવ્યું કે પાંચ મીનિટમાં એક સાથે કુલ 3,01,152 દિવા પ્રગટાવવામાં આવ્યા. રામની પૈડીના બન્ને બાજુ ઘાટ પર કુલ 3.35 લાખ દીવા સળગાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
આ એક નવો રેકોર્ડ છે, રિષિ નાથે કહ્યું કે આ રેકોર્ડે હરિયાણામાં 2016માં બનાવવામાં આવેલા રેકોર્ડને તોડી દીધો છે.