અયોધ્યા મામલોઃ આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ, નવી બેંચ બનાવાશે
નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા જસ્ટિસ યૂયૂ લલિત પર સવાલ ઉઠાવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ કરવાનો ફેંસલો કર્યો છે. હવે પાંચ જજની બેચંમાં જસ્ટિસ યૂયૂ લલિત નહીં સામેલ થાય અને નવી બેંચ બનાવવામાં આવશે. સુનાવણી શરૂ થતાં પાંચ જજની બેંચે કહ્યું કે, આજે મામલાની સુનાવણી નહીં થાય પરંતુ માત્ર સમયમર્યાદા નક્કી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટે ત્રણ સભ્યની બેંચે 30 સપ્ટેમ્બર, 2010નાં રોજ 2:1ના બહુમતવાળા ચુકાદામાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણેય પક્ષો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લામાં બરાબર ભાગે વહેંચવામાં આવે. આ ચુકાદાને કોઈ પણ પક્ષે માન્યો ન હતો અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઉચ્ચ અદાલતે 9 મે, 2011નાં રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લાં 8 વર્ષથી ચાલી રહ્યો છે.
લોકસભા ચૂંટણી નજીક હોવાને કારણે રામ મંદિર મુદ્દે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેન્દ્રમાં NDAના સહયોગી શિવસેનાએ કહ્યું કે જો 2019 ચૂંટણી પહેલાં મંદિર નહીં બને તો તે જનતા સાથેનો દગો હશે. આ માટે ભાજપ અને RSSએ માફી માંગવી જોઈએ. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને અધ્યાદેશ લાવવાનો વિરોધ કરતાં કહ્યું કે તમામ પક્ષોને સુપ્રીમ કોર્ટનો આદેશ માનવો જોઈએ. હાલમાં જ વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થયાં બાદ જ સરકાર તરીકે અમારી જે જવાબદારી હશે તેને અમે પૂરાં કરવાના તમામ પ્રયાસ કરીશું.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે 4 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચે શુક્રવારે આ મામલે સુનાવણીની તારીખ માત્ર 60 સેકન્ડમાં જ કોઈપણ પક્ષની દલીલ સાંભળ્યા વગર આગળ વધારી હતી. બે જજની આ બેંચે તાત્કાલિક સુનાવણી કરવા અને કેસ નવી બેંચ પાસે મોકલવાનો નિર્ણય લેવાનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -